નવી દિલ્હી : દિલ્હીમાં સંતોના સમાગમમાં વિશ્વ હિંદૂ પરિષદના નેતા સાધ્વી પ્રાચીએ કહ્યું કે 6 ડિસેમ્બરે અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવશે. 6 ડિસેમ્બરનાં દિવસે જ બાબરી મસ્જિદને તોડવામાં આવ્યું હતું, એટલા માટે 6 ડિસેમ્બરે જ શિલાન્યાસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, અયોધ્યા અંદર હિન્દુસ્તાનના હિંદુઓને બોલાવવામાં આવે અને રામ મંદિર નિર્માણની જાહેરાત કરવામાં આવે. રામ મંદિર માટે કોઇની જરૂર નથી, આ કામ આપોઆપ થઇ જશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા રામ મંદિર મુદ્દે સુનવણી જાન્યુઆરી સુધી ટાળી દેવામાં આવી છે. જે કારણથી સંતોમાં ગુસ્સો છે. કોર્ટે ચુકાદા બાદ સંતોની ધીરજનો બાંધ તુટી ગયો છે. અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીએ કહ્યુ કે સુપ્રીમ કોર્ટ પાસે રામ મંદિર વિવાદનો ઉકેક લાવે તેવી કોઇ આશા નથી બચી. 

મંહત ગિરિએ કહ્યું કે, હું મુસ્લિમ ભાઇઓને અપીલ કરુ છું કે તેઓ સામે આવે અને કહે કે ભગવાન રામનો જન્મ ત્યાં જ થયો હતો, એટલા માટે અહીં મંદિરનુ નિર્માણ થવું જોઇએ. આ આસ્થાનો વિષય છે. જો રામ મંદિરનું નિર્માણ હવે નહી થાય તો પચી ક્યારે પણ નહી થાય. ભાજપ પર હૂમલો કરતા તેમણે કહ્યું કે, તેમના દ્વારા કોઇ જ પહેલ નથી કરવામાં આવી રહી. 

આ મુદ્દે રામ જન્મભુમિ ન્યાસના અધ્યક્ષ મહંત રામ વિલાસ વેદાંતીએ કહ્યું કે, ડિસેમ્બર મહિનામાં રામ મંદિરનુ નિર્માણનું કામ ચાલુ કરી દેવામાં આવશે. તેમણે કહ્યું કે, તેના માટે અમે સરકારનાં અધ્યાદેશની રાહ ન જોઇ શકીએ. નિર્માણ કાર્ય આંતરિક સંમતીથી થશે. અયોધ્યામા રામ મંદિર બનશે તો લખનઉમાં મસ્જિદનું નિર્માણ કરવામાં આવશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીના તારકોરા સ્ટેડિયમમાં આજથી બે દિવસ સુધી ધર્માદેશનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સંતોના સમાગમમાં રામ મંદિરનો મુદ્દો 3 અને 4 નવેમ્બર સુધી ચર્ચા થશે. આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી 500 કરતા પણ વધારે સંતો આવ્યા છે. તમામ સંતો રામ મંદિરના નિર્માણ અંગે ચર્ચા કરશે. એવી આશા છે કે રામ મંદિર મુદ્દે સંત સમાજ કોઇ મોટા આંદોલનની જાહેરાત કરી શકે છે.