સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે આપેલા વિવાદિત નિવેદનનાં પ્રાયશ્ચિત માટે 63 કલાકનું મૌન
ભોપાલ લોકસભા સીટથી ભાજપ ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે મુંબઇ આતંકવાદી હુમલામાં શહીદ હેમંત કરકરે મુદ્દે નાથુરામ ગોડસે અંગે કરેલી વિવાદિત ટિપ્પણી મુદ્દે નિવેદન આપ્યું છે
ભોપાલ : ભોપાલ લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે સોમવારે સવારે 21 પહર (63 કલાક)નુ મૌન વ્રત ધારણ કર્યું છે. આ અગાઉ લોકસભા ચૂંટણીમાં સાધ્વી પ્રક્ષાનાં કેટલાક નિવેદનથી રાજનીતિક વિવાદ પેદા થયો અને ત્યાર બાદ તેમણે માફી પણ માંગી હતી. સાધ્વીનાં એક સહયોગીએ પીટીઆઇને જણાવ્યું કે, સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે સોમવારે સવારથી 21 પ્રહારનું મૌનવ્રત ધારણ કર્યું છે.
MPમાં લોકસભાની રાજ્યસભા પર પણ અસર: કમલનાથ સરકાર લઘુમતીમાં હોવાનો ભાજપનો દાવો
સાધ્વી પ્રજ્ઞાએ ટ્વીટર પર માહિતી આપી હતી. પ્રક્રિયાઓ ઉપરાંત હવે સમય છે ચિંતન મનનો, આ દરમિયાન મારા શબ્દોથી સમસ્ત દેશભક્તોને જો ઠેસ પહોંચે છે તો હું પ્રાર્થી છું અને જાહેર જીવનની મર્યાદા અંતર્ગત પ્રયશ્ચિત હેતુ 21 પ્રહરનું મૌન સાથે કઠોર તપસ્યા કરી રહી છું. હરિ ॐ. લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન માલેગાવ બોમ્બ વિસ્ફોટનાં આરોપી સાધ્વી પ્રજ્ઞાએ પોતાનાં નિવેદનોથી રાજનીતિક વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો.
અમૂલે દૂધના ભાવમાં પ્રતિલીટરે કર્યો 2 રૂપિયાનો વધારો, હજી પણ વધશે કિંમત
ભાજપ સાંસદ બાબુલ સુપ્રીયોએ કહ્યું પોલ ગમે તે કહે પરંતુ આવશે રાહુલ ગાંધી !
તેમનું એક નિવેદન હતું કે તેમણે મુંબઇ એટીએસ પ્રમુખ હેમંત કરકરેને શ્રાપ આપ્યો હતો અને તેના એક મહિના બાદ આતંકવાદીની ગોળીઓથી તેમનું મોત નિપજ્યું હતું. સાધ્વી પ્રજ્ઞાએ તેમ પણ કહ્યું કે, અયોધ્યામાંરામ મંદિર નિર્માણ આંદોલન દરમિયાન બાબરી ઢાંચાને તોડી પાડવાની ઘટનામાં હોવાનો ગર્વ છે. સાધ્વી પ્રજ્ઞાનાં આ નિવેદનની પણ ટીકા થઇ હતી.