નવી દિલ્હી: મધ્ય પ્રદેશની ભોપાલ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર નામાંકન નોંધાવવા ભોપાલ કલેક્ટર ઓફિસ પહોંચી ગયા છે. સાધ્વી પ્રજ્ઞા અહીં મહૂર્તના અનુસાર નામાંકન નોંધાવવા પહોંચ્યા છે. જ્યાં તેઓ 11 પંડિતોના મંત્રોચ્ચારની સાથે નામાંકન કરી રહી છે. જણાવી દઇએ કે આ પહેલા સુધી કહેવામાં આવી રહ્યું હતું કે, પ્રજ્ઞા ઠાકુર 23 એપ્રિલના રોજ નામાંકન પત્ર ભરી શકે છે, પરંતુ ભાજપ કાર્યલાયમાં થયેલી મિટિંગ બાદ સાધ્વી પ્રજ્ઞા આજે જ નામાંકન નોંધાવવા કલેક્ટર ઓફિસ પહોંચી ગયા છે. કાર્યાલયમાં સાધ્વી પ્રજ્ઞાના નામાંકનની તૈયારીઓ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ કાર્યાલયમાં હાજર રહ્યાં છે. તેમની સાથે જ સાધ્વીના વકીલ અને ભાજપના ઘણા પદાધિકારી આ બેઠકનો ભાગ બન્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: રિટર્નિંગ ઓફિસરે રાહુલ ગાંધીના નામાંકનને રાખ્યું માન્ય, અમેઠી લડી શકશે ચૂંટણી


નામાંકન દાખલ કરવાની જાહેરાત સાથે જ સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે, હવે બધાએ કામમાં જોડાવવું પડશે, બાકી વાતો પછી થશે. તે પહેલા સાધ્વી પ્રજ્ઞાને ભોપાલથી લોકસભા ચૂંટણી ટિકિટ મળવા પર સ્થાનીય નેતા વિરોધ દર્શાવી રહ્યાં હતા, પરંતુ આ બધા વચ્ચે બીજ પ્રદેશ સંગઠને સ્થાનીક નેતાઓને આ વાત સમજાવી દીધી કે સાધ્વી પ્રજ્ઞા પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહનો નિર્ણય છે. બેઠક દરમિયાન RSSએ ભોપાલના તેમના સ્વયં સેવકો અનુસાંગિક સંગઠ અને પદાધિકારીઓને સ્પષ્ટ કહ્યું છે કે, આ સંઘની ટિકિટ છે એટલા માટે વોટિંગમાં ક્યાંય કોઇ બાંધછોડ થવી જોઇએ નહીં.


લોકસભા ચૂંટણીના સમાચાર માટે ક્લિક કરો...


નાસિકમાં ગર્જયા PM, કહ્યું- ‘આ મોદી છે, આતંકીઓને પાતાળમાંથી પણ શોધી તેમને નાશ કરશે’


એક ટ્વિટ દ્વારા તેમણે કહ્યું હતું કે ભોપાલથી ભાજપ ઉમેદવાર તેમજ માલેગાંવ બ્લાસ્ટ આરોપી સાધ્વી પ્રજ્ઞાનો દાવો છે કે, તે ‘ધર્મયુદ્ધ’ લડી રહી છે. આ છે ભાજપ/આરએસએસનો ઓરિજનલ ચહેરો જે સતત પ્રદશિત થઇ રહી છે, પરંતુ આયોગ માત્ર નોટિસ જ કેમ આપી રહ્યાં છે. તે ભાજપ રત્ન પ્રજ્ઞાનું નામાંકન કેમ રદ કરી રહ્યું નથી?


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહી ંક્લિક કરો...