SAFARએ કહ્યું, દિલ્હીના વાયુ પ્રદૂષણમાં ભુસાનો માત્ર 3 ટકા જ હિસ્સો
સફરે એક રિપોર્ટમાં કહ્યું કે દિલ્હીના વાયુ ગુણવત્તા સૂચકાંક પર ભુસુ સળગાવવાની અસર પડવાની સંભાવના નથી, કારણ કે તેમાં ઘટાડો આવ્યો છે અને હવાએ પણ પોતાનીદ િશા બદલી છે
નવી દિલ્હી : દિલ્હીના વાયુ પ્રદૂષણમાં બુધવારે ભુસુ સળગાવવાથી થનારા પ્રદૂષણની ભાગીદારી માત્ર 3 ટકા રહી જે આ મહિનામાં સૌથી ઓછી છે. સરકારી એજન્સીએ આ અંગે માહિતી આપી હતી. કેન્દ્ર દ્વારા સંચાલિત સફર (વાયુ ગુણવત્તા અને હવામાન પૂર્વાનુમાન પ્રણાલી)એ કહ્યું કે, મંગળવારે- બુધવારની રાત્રે વરસાદ થવાથી રાષ્ટ્રીય રાજધાનીની વાયુ ગુણવત્તામાં ઘણો સુધારો થયો છે, કારણ કે વરસાદે મોટા પ્રદુષકોને સાફ કરી દીધા. તેના કારણે નગરવાસીઓને થોડી રાહત મળી છે. જે ગત્ત એક અઠવાડીયાથી પ્રદૂષણનાં કારણે ગંભીર શ્રેણીમાં પહોંચેલી હવામાં શ્વાસ લઇ રહ્યા હતા.
દિલ્હીનાં પ્રદૂષણમાં પીએમ 2.5નો પ્રભાવ છેલ્લા થોડા દિવસોમાં ઘટ્યો છે, કારણ કે પાડોશી રાજ્યોમાં ભુસુ સળગાવવાનો ઘણો ઘટાડો આવ્યો છે. કારણ કે પાડોશી રાજ્યોમાં ભુસુ સળગાવવાની ઘટનામાં ઘણો મોટો ઘટાડો આવ્યો છે. સફરે કહ્યું કે, દિલ્હીમાં હવામાં ભુસુ સળગાવનારા પ્રદૂષણ બુધવારે માત્ર ત્રણ ટકા હતું જે આ મહિનામાં સૌથી ઓછું હતું. સફરે એક રિપોર્ટમાં કહ્યું કે દિલ્હીનાં વાયુ ગુણવત્તા સુચકાંક પર પરાલી સળગાવવાની શક્યતા નથી, કારણ કે તેમાં ઘટાડો આવ્યો છે અને હવાએ પણ પોતાની દિશા બદલી દીધી છે.
પાંચ નવેમ્બરે દિલ્હીની વાયુ ગુણવત્તાને ખરાબ કરવામાં ભુસુ સળગાવાયું હોવાનાં કારણે પ્રદૂષણની હિસ્સેદારી 33 ટકા હતી. તે આ મહિનેમાં સૌથી વધારે હતી. દિલ્હીમાં પ્રદૂષણ વધવાનાં કારણે અનેક સ્થાનીક અને ક્ષેત્રીય કારક જવાબદાર છે.