નવી દિલ્હી: કોંગ્રેસના કાશ્મીરી નેતા સૈફુદ્દીન સોજે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું છે કે જો કાશ્મીરમાંથી બંધારણની કલમ 370 હટી જશે તો કાશ્મીરનો સંબંધ ભારત સાથે ખતમ થઈ જશે. તેમણે એમ પણ કહ્યું કે સમજમાં નથી આવતું કે કાશ્મીરમાં આટલા મોટા પાયે સેનાની તહેનાતી કેમ કરવામાં આવી રહી છે? આટલી જરૂર જ નથી. તેનાથી  કાશ્મીરના લોકો ચોંકી જાય છે. તેમણે કહ્યું કે 35A ખતમ થતાની સાથે જ કલમ 370 આપોઆપ ખતમ થઈ જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે આરએસએસ પર આરોપ લગાવતા કહ્યું કે તે સુપ્રીમ કોર્ટમાં જઈને 35A, 370 કલમ રદ કરાવવા માંગે છે. આ ઊંધુ વિચારનારા લોકો છે. આરએસએસએ પહેલા પણ દેશને નુકસાન પહોંચાડ્યું છે. સુપ્રીમ કોર્ટમાં 370ના સંબંધમાં આ અરજી કોણે કરી છે. વધુમાં એમ પણ કહ્યું કે વર્ષ 2019માં તેનાથી કોઈ ફાયદો થવાનો નથી. 2019માં સરકાર બદલાશે. 


જેના પર ખુબ બબાલ થઈ રહી છે તે કલમ 35A, 370 વિશે જાણો, આ ખાસ અધિકારો મળે છે J&Kને


સોજે કહ્યું કે જો જમ્મુ અને કાશ્મીરની સાથે સંબંધ ખતમ થશે તો લોકો વિરોધ કરશે. જો તેની સાથે છેડછાડ થઈ તો અમે ફારુક અબ્દુલ્લા, ઉમર અબ્દુલ્લા, મહેબુબા મુફ્તી લાલ ચોકથી તેનો વિરોધ થશે. અમારો સંબંધ સેક્યુલર ભારત સાથે છે. નફરતના સોદાગર સાથે અમારે સંબંધ નથી. 


બંધારણીય જોગવાઈઓ સાથે છેડછાડ એ ખતરનાક ચલણ- લોન
આ બધા વચ્ચે પીપલ્સ કોન્ફરન્સ અધ્યક્ષ સજ્જાદ ગની લોને કહ્યું કે રાજ્યપાલ સત્યપાલ મલિકે જમ્મુ અને કાશ્મીરમાં બંધારણીય જોગવાઈઓ સાથે છેડછાડ  કરવી જોઈએ નહી. લોને આ સાથે જ મલિકને એવો કોઈ પણ નિર્ણય લેતા અટકવાનું કહ્યું જેના દૂરગામી પરિણામો આવી શકે છે. લોન જમ્મુ અને કાશ્મીરની પૂર્વવર્ત પીડીપીના નેતૃત્વવાળી રાજ્ય સરકારમાં ભાજપના કોટામાંથી મંત્રી હતાં. તેમણે કહ્યું કે રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ શાસન સરકાર કે દિન પ્રતિદિનના કાર્યો માટે એક અસ્થાયી ઉપાય છે. 


કલમ 35A પર સુપ્રીમમાં આ અઠવાડિયે જ થશે સુનાવણી, J&K રાજ્યમાં ભારે તણાવ  


લોને કહ્યું કે રાજ્યપાલ પાસે એવા કોઈ પ્રમુખ નીતિગત નિર્ણય લેવાની અપેક્ષા કરી શકાય નહીં કે જે ફક્ત એક ચૂંટાયેલી સરકારના જ વિશેષાધિકાર છે. કોઈ પણ પ્રકારે રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ તે બંધારણીય જોગવાઈઓ સાથે છેડછાડ કરી શકે નહીં કે કરવી જોઈએ નહીં કે જેનાથી જમ્મુ અને કાશ્મીર રાજ્યના કેન્દ્ર સાથે બંધારણીય સંબંધ સ્થાયી રીતે પ્રભાવિત થાય. 


તેમણે કહ્યું કે રાજ્ય માટે લાગુ કરાયેલી બંધારણીય જોગવાઈઓ સાથે રાજ્યપાલ દ્વારા છેડછાડ એક  ખતરનાક ચલણ છે. જેનાથી રાજ્યના કેન્દ્ર સાથેના બંધારણીય સંબંધોમાં ગંભીર પ્રભાવ પડશે.


(ઈનપુટ-ભાષામાંથી)


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...