નવી દિલ્હી : કોંગ્રેસ નેતા સૈફુદ્દીન સોજે પાકિસ્તાનનાં પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે એક વિચારનાં સમર્થનથી વાતથી પલટતા સોમવારે કહ્યું કે, કાશ્મીરની આઝાદી શક્ય નથી અને તેને ભારતીય સંવિધાન હેઠળ પોતાનાં સમાહિત કરવાનું હશે. તેમણે એમ પણ કહ્યું કે, કાશ્મીર ભોરતની ઓળખની પ્રયોગશાળા છે અને હિંસા સાથે કોઇ સમાધાન નહી નિકળે, પરંતુ વાતચીતની એક માત્ર આશા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાનાં પુસ્તક કાશ્મીર ગિલલમ્પસેઝ ઓફ હિસ્ટ્રી એન્ડ ધ સ્ટોરી ઓફ સ્ટ્રગલમાં વિમોચન પ્રસંગે પુર્વ કેન્દ્રીય મંત્રીએ તેમ પણ કહ્યું કે કાશ્મીર મુદ્દાના સમાધાનની બે તક ચુકી ગયા. પહેલી વખત અટલ બિહારી વાજપેયીએ આ સમ અને બીજી વખત મનમોહન સિંહનો સમય હતો. 

હું મુશર્રફનાં વિચારોનું સમર્થન નથી કરતો
સોઝે કહ્યું કે, હું મુશર્રફનાં વિચારનું સમર્થન નથી કરતો. આ બધુ (સમાચારો) મીડિયાએ કર્યું છે. મુશર્રફે પોતે પોતાનાં જનરલને કહ્યું હતું કે કાશ્મીરની આઝાદી શક્ય નથી. હાલમાં જ સોજે આ પુસ્તકનાં હવાલાથી એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, તેમણે પરવેઝ મુશર્રફનાં તે નિવેદનનું સમર્થન કર્યું છે કે કાશ્મીરનાં લોકો ભારત અથવા પાકિસ્તાન સાથે જવાની અપેક્ષા  એકલા અને આઝાદ રહેવાનું પસંદ કરશે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે એક નિવેદનનો હવાલો ટાંકતા સોજે કહ્યું કે, આઝાદી શક્ય નથી, પરંતુ ભારતીય સંવિધાન હેઠળ કાશ્મીરને સમાહિત કરવું પડશે. 

આ મારૂ પુસ્તક છે તેનો કોંગ્રેસ સાથે કોઇ લેવા દેવા નથી
સોઝે ફરીથી કહ્યું કે, આ મારૂ પુસ્તક છે, તેનું કોંગ્રેસ સાશે કોઇ લેવા દેવા નથી. તેના માટે હું જવાબદાર છું. તેના કારણે મે તથ્ય સામે મુક્યા છે. મે સંશોધન કર્યું. ઘણી સારી રીતે સંશોધન કરવામાં આવ્યું છે. કોંગ્રેસને કોઇ પરેશાની ન થવી જોઇએ. સોજે કહ્યું કે જવાહરલાલ નેહરૂ અને સરદાર પટેલ બંન્ને  ભારતનાં મહાન સપુત હતા, જો કે બંન્નેનાં વલણમાં ફરક હતો. બંન્ને ભારતને મજબુત બનાવવા માંગતા હતા. 

અરૂણ શૌરીએ સાધ્યું સરકાર પર નિશાન
પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ શૌરીએ સર્જીકલ સ્ટ્રાઇકને નકલી સ્ટ્રાઇક ગણાવતા આરોપ લગાવ્યો કે, ચીન, પાકિસ્તાન અને બેંકોના મુદ્દે મોદી સરકારની પાસે કોઇ નીતિ નથી. આ પ્રસંગે શૌરીએ કહ્યું કે, માત્ર હિન્દુ મુસ્લમાન વચ્ચે અંતર પેદા કરીનેરાજનીતિક લાભ પ્રાપ્ત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.