VIDEO: કોંગ્રેસના નેતાનું સરદાર પટેલ વિશે વિવાદાસ્પદ નિવેદન, મચ્યો ખુબ હોબાળો
કોંગ્રેસ નેતા સૈફુદ્દીન સોઝે કાશ્મીર પર વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જેના કારણે મોટો વિવાદ ઊભો થયો છે.
નવી દિલ્હી: કોંગ્રેસ નેતા સૈફુદ્દીન સોઝે કાશ્મીર પર વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જેના કારણે મોટો વિવાદ ઊભો થયો છે. સોઝે દાવો કર્યો છે કે સરદાર પટેલ કાશ્મીર પાકિસ્તાનને આપી દેવા માંગતા હતાં પરંતુ જવાહરલાલ નહેરુ તેમના પક્ષમાં નહતાં. તેમણે દાવો કર્યો છે કે પટેલ છેલ્લા શ્વાસ સુધી કાશ્મીર પાકિસ્તાનને આપી દેવા માંગતા હતાં. સોઝે એમ પણ કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ માટે જરૂરી છે કે બંને દેશો વચ્ચે કાશ્મીરનની બોર્ડર બદલાય નહીં.
VIDEO: સરદાર પટેલને હજુ કેટલા અપમાનિત કરશે કોંગ્રેસ?
કાશ્મીર પર તેમના આવનારા પુસ્તર પર થયેલા વિવાદ અંગે સોઝે કહ્યું પુસ્તકમાં એવી કોઈ વાત નથી જેનાથી કોંગ્રેસ નારાજ થાય. સોઝ કહે છે કે મેં પુસ્તકમાં લખ્યું છે કે સરદાર પટેલ ઈચ્છતા હતાં કે કાશ્મીર પાકિસ્તાનને આપી દેવામાં આવે. પરંતુ નહેરું કાશ્મીરને ભારતના પક્ષમાં રાખવા માંગતા હતાં. છેલ્લા શ્વાસ સુધી પટેલ ઈચ્છતા હતાં કે કાશ્મીર પાકિસ્તાનને આપી દેવામાં આવે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે સોઝના વિવાદાસ્પદ પુસ્તકમાં તેમણે કાશ્મીરની આઝાદીનો પ્રશ્ન ઉઠાવ્યો છે. સોઝ કહે છે કે મેં પુસ્તક લખ્યું છે કે કાશ્મીરના લોકોને પૂછવામાં આવે તો તેઓ અશક્ય વાત જણાવશે જે શક્ય જ નથી. મેં પુસ્તકમાં મુશરર્ફના હવાલે ઉલ્લેખ કર્યો છે કે જો કાશ્મીરના લોકોને અધિકાર આપવામાં આવે તો તેઓ આઝાદી ઈચ્છશે, જે શક્ય નથી.
અત્રે જણાવવાનું કે સૈફુદ્દીન સૌઝે કાશ્મીર પર વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે કાશ્મીરના લોકોની પહેલી પ્રાથમિકતા આઝાદી છે. આવામાં જ્યારે સરહદો ન બદલી શકાતી હોય ત્યારે ઓછામાં ઓછુ કાશ્મરના બે ભાગમાં લોકોને શાંતિથી રહેવા દેવા જોઈએ. તેમને દાવો છે કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને પૂર્વ પીએમ મનમોહન સિંહ પણ આ વાત સારી રીતે સમજતા હતાં. પરંતુ તેઓ ક્યારેય તેનો ઉકેલ લાવી શક્યા નહીં.
સોઝે એમ પણ કહ્યું છે કે કાશ્મીરીઓ ભારત અને પાકિસ્તાન બંને દેશોથી અલગ થવા માંગે છે. તેઓ આઝાદી ઈચ્છે છે. જો કે આ વાત શક્ય નથી. કોંગ્રેસે જો કે તેમના નિવેદનથી અંતર જાળવ્યું છે. આ બાજુ ભાજપના પ્રવક્તા શાહનવાઝ હુસેને આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે કોંગ્રેસ સોઝના નિવેદનથી દૂર જઈ શકે નહીં. સોઝનું નિવેદન સરદાર પટેલનું અપમાન છે. કોંગ્રેસે તેના પર કાર્યવાહી કરવી જોઈએ.