નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી (UP Election 2022) અગાઉ નેતાઓની નિવેદનબાજી તેજ થઈ છે. આ જ કડીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ના સાંસદ સાક્ષી મહારાજ(Sakshi Mahraj) એ એક કાર્યક્રમને સંબોધન કર્યું તેમા અખિલેશ યાદવ, માયાવતી અને કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સપા-બસપા-કોંગ્રેસ બધા લિમિટેડ કંપની- સાક્ષી મહારાજ
ભાજપ સાંસદ સાક્ષી મહારાજે  કહ્યું કે ભાજપનો અર્થ સમજો છો તમે, તે બાપ-બેટાની સૈફઈવાળી સપાની જેમ લિમિટેડ કંપની નથી, ન તો તે ઈટાલીવાળા માતા પુત્રની જેમ કોંગ્રેસ લિમિટેડ કંપની છે. તે બહેન માયાવતીની લિમિટેડ કંપની નથી, આ ભાજપ છે, ભાજપ. જે કહે છે કે પહેલા ભારત, ભારત બાદ ભારતની જનતા. 


વિવાદો સાથે નાતો
નોંધનીય છે કે સાક્ષી મહારાજ હંમેશા પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. થોડા દિવસ પહેલા સાક્ષી મહારાજે કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ કાયદાને પાછા લેવા પર કહ્યું હતું કે બિલ તો બને છે, બગડે છે, ફરીથી પાછા આવી જશે. તેમને ફરીથી બનાવવામાં થોડી વાર લાગે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોટા હ્રદયવાળા છે. તેમણે મોટા મનનો પરિચય આપ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથનો કોઈ તોડ નથી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube