કોઇ પોતાનું આધારકાર્ડ બેંક સાથે લિંક ન કરાવે તો તેનો પગાર ન અટકાવી શકાય: હાઇકોર્ટ
રમેશ પુરાલે મુંબઇ હાઇકોર્ટમાં ચાર્જમેન તરીકે ફરજ બજાવે છે તેણે પોતાનું આધારકાર્ડ જમા નહી કરાવતા છેલ્લા લાંબા સમયથી તેનો પગાર અટકાવી દેવાયો છે
મુંબઇ : મુંબઇ હાઇકોર્ટે પત્તનન્યાસનાં એક કર્મચારીનું પગાર અટકાવવા મુદ્દે કેન્દ્રના નિર્ણય પર સોમવારે સવાલ ઉઠાવ્યો હતો. તે કર્મચારીએ પોતાનું આધારકાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક નહોતુ કરાવ્યું. જેથી તેનો પગાર અટકી ગયો હતો. ન્યાયમૂર્તિ એ.એસ ઓકા અને ન્યાયમૂર્તિ એસ.કે શિંદેની એક બેન્ચે રમેશ પુરાલે દ્વારા દાખલ અરજી પર સુનવણી કરી હતી. પુરાલે મુંબઇ પતન ન્યામાં એક ચાર્જમેન તરીકે કાર્યરત છે. પીટે કહ્યું કે, કર્મચારીનો પગાર આ આધાર પર ન અટકાવવામાં આવવો જોઇએ કે તે પોતાનું બેંક ખાતુ આધાર નંબર સાથે જોડવામાં નિષ્ફળ રહ્યો છે.
પુરાલેએ કેન્દ્રીય જહાજરાની મંત્રાલયની તરફતી તેમને 2015માં આપેલ તે પત્રને પડકાર્યો હતો કે જેમાં તેને જણાવાયું હતું કે તેઓ પોતાનાં બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરાવા જેમાં તેમનો પગાર થાય છે. તેમણે જો એવું નહી કરે તો તેમનો પગાર અટકાવાશે. જો કે તેમણે આવું નહી કરવા પાછળ પોતાનાં મૌલિક અધિકારનો ઉલ્લેખ કર્યો હતો. જુલાઇ 2016માં તેમને પગાર મળવાનો બંધ થઇ ગયો હતો. ત્યાર બાદ તેમણે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
આ મહિનાની શરૂઆતમાં પુરાલેએ પોતાની અરજી કરી કે જેમાં તેમણે આધારકાર્ડ પર 26 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટનાં ચુકાદાનો ઉલ્લેખ કર્યો. કોર્ટે સોમવારે કેન્દ્રને સવાલ કર્યો કે એવું વલણ તે કઇ રીતે અપનાવી શકે છે. તે પોતાનાં કર્મચારીને પગાર નહી ચુકવે, કારણ કે તેને આધારકાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક નથી કરાવ્યું. પીઠે સરકારને અરજીકર્તાને બાકી રકમ ચુકવવાનો નિર્દેશ આપ્યો અને આ મુદ્દે અંતિમ સુનવણી 8 જાન્યુઆરીએ થશે