Who was Baba Siddique: મહારાષ્ટ્ર NCP નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. શનિવારે વિજયાદશમીની મોડી રાત્રે મુંબઈના બાંદ્રા ઈસ્ટમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મૃત્યુ થયું છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં બાબા સિદ્દીકીનું નામ ઘણું મોટું હતું, પરંતુ તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે પણ એક ખાસ વ્યક્તિ હતા. તેમણે બોલિવૂડમાં એવો ચમત્કાર કર્યો, જેને લોકો આજે પણ યાદ કરે છે. સલમાન ખાન અને શાહરૂખ ખાનના ચાહકો હજુ પણ તેમને યાદ કરે છે કારણ કે તેમણે બન્ને વચ્ચેની લડાઈનો અંત લાવી દીધો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સલમાન શાહરૂખનો કોલ્ડવોર
બાબા સિદ્દીકીએ એક વખત એવું કર્યું જે બોલિવૂડના ચાહકો માત્ર સપનામાં જ વિચારતા હતા. એક સમયે સારા મિત્રો ગણાતા સલમાન ખાન અને શાહરૂખ ખાન કેટલાક કારણોસર કટ્ટર દુશ્મન બની ગયા હતા. જો કે, તેમની લડાઈ કેવી રીતે શરૂ થઈ તે બરાબર જાણી શકાયું નથી, પરંતુ આ વિવાદે ચાહકોને બંનેને સાથે જોવાની આશાથી વંચિત કરી દીધા હતા. બંને એટલા નારાજ હતા કે તેઓ એકબીજાના મોઢા તરફ પણ જોવાનું પસંદ કરતા નહોતા અને લગભગ પાંચ વર્ષ સુધી આ દુશ્મની ચાલુ રહી.


વર્ષો જૂની દુશ્મનીનો અંત આવ્યો
આ વિવાદ દરમિયાન બંને એકબીજાનો સામનો કરી શકતા નહોતો. એટલે સુધી કે કોઈ ઈવેન્ટમાં જો સલમાન ખાન હાજર હોય તો શાહરુખ ખાન ત્યાં જતા નહોતા. આખરે 2013માં આ દુશ્મનીનો અંત આવ્યો, જ્યારે બંનેએ બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટીમાં એકબીજાને ગળે લગાવીને વર્ષો જૂની દુશ્મનીનો અંત આણ્યો. બોલિવૂડ માટે આ કોઈ ચમત્કારથી ઓછું ન હતું.


દુશ્મની ભૂલી ફરી મિત્રતા કરી
બાબા સિદ્દીકીની ઈફ્તાર પાર્ટી બોલિવૂડના ઈતિહાસમાં નોંધાયેલી છે, જ્યાં સલમાન અને શાહરૂખ પોતાની દુશ્મની ભૂલીને ફરી મિત્ર બન્યા હતા. તેમની ઈફ્તાર પાર્ટી ખૂબ જ ચર્ચિત રહી હતી, જેમાં સલમાન અને શાહરૂખ સિવાય બીજા ઘણા મોટા સ્ટાર્સે હાજરી આપી હતી. બાબા સિદ્દીકીની આ પહેલ તેમની રાજકીય ઓળખનો જ એક ભાગ ન હતી પરંતુ તેમના વ્યક્તિત્વનું પણ એક મહત્વપૂર્ણ પાસું હતું. હાલમાં તેમની હત્યાથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે.