જોધપુર : કાળીયાર શિકાર કેસમાં દોષીત મેળવાયા બાદ બે દિવસ જેલમાં બંધ બોલિવુડનાં સૌથી મોટા સ્ટાર સલમાન ખાનને જામીન મળી ગઇ છે. આજે રાત્રે તેને જોધપુરની જેલમાં નહી પસાર કરવી પડે. શુક્રવારે જોધપુરની સેશન્સ કોર્ટમાં સલમાન ખાનની જામીન અરજી પર સુનવણી થઇ હતી, ત્યાર બાદ જજે પોતાનો નિર્ણય સુરક્ષીત રખી લીધો હતો. આજે સવારે 10.30 વાગ્યે આ મુદ્દે ચુકાદો આવવાનો હતો. જો કે શુક્રવારે મોડી રાત્રે જ જજ રવીન્દ્ર કુમાર જોશીની બદલી થઇ ગઇ હતી, તેમ છતા તેમણે જ આજે સલમાનની જામીન અરજી પર સુનવણી કરી અને પોતાનો ચુકાદો આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લંચ બાદ જજ રવીન્દ્ર કુમાર જોશી કોર્ટ રૂમ ખાતે પહોંચ્યા. આ દરમિયાન સલમાન ખાનનાં વકીલ અને સરકારી વકીલ પણ હાજર હતા. કોર્ટ રૂમમાં પહોંચ્યા બાદ રવીન્દ્ર કુમાર જોશી પોતાની સીટ પર બેઠેલા રહ્યા. આશરે અડધા કલાક સુધી તેઓ ચુપ રહ્યા હતા. આ દરમિયાન તેઓ કોર્ટમાં આમ - તેમ જોતા રહ્યા. દિવાલો તરફ જોતા રહ્યા. છત્ત તરફ જોતા રહ્યા અને અડધો કલાક બાદ અચાનક બેલ ગ્રાન્ટેડ તેમ કહ્યું હતું. આ પ્રકારે પાંચ વર્ષની સજા મેળવી ચુકેલા સલમાનને જામીન મળી ગયા અને હવે સંભવ છે કે તે સાંજ સુધીમાં જેલમાંથી બહાર આવી શકશે.