જોધપુર/ભવાની ભાટીઃ બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનને સીજેએમ જોધપુર જિલ્લા કોર્ટના જજ અંકત રમનની કોર્ટમાં મોટી રાહત મળી છે. સીજેએમ કોર્ટે સલમાન ખાન સામે સરકાર તરફથી દાખલ કરવામાં આવેલી કલમ 340ની અરજી પર લાંબી સુનાવણી પછી સોમવારે ચૂકાદો આપતા સરકારની અરજી ફગાવી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અરજીમાં સલામન પર કોર્ટને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવાયો હતો. સાથે જ લલિત બોડા સામે સલમાન તરફથી દાખલ કરવામાં આવેલી કલમ 340ની અરજી સલમાનના વકીલ દ્વારા પાછી ખેંચી લેવાઈ છે. 


ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન પર હરણ શિકાર કેસની સુનાવણી દરમિયાન કોર્ટમાં હથિયારનું લાયસન્સ ખોવાઈ જવા અંગે કોર્ટમાં એક સોગંદનામું રજૂ કરાયું હતું. 


સરકાર તરફથી કરાઈ હતી અરજી
2006માં રાજકીય વકીલ તરફથી કોર્ટમાં કલમ 340 અંતર્ગત એક અરજી રજૂ કરીને સલમાન ખાન પર કોર્ટને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવતા કેસ દાખલ કરવાની માગ કરાઈ હતી. લગભગ 13 વર્ષ પછી આ અરજી પર સોમવારે કોર્ટે ચૂકાદો આપતા અભિનેતા સલમાન ખાનને મોટી રાહત આપી છે. 


સૂત્રો અનુસાર કલમ 340 અંતર્ગત જો કેસ સાબિત થાય તો 7 વર્ષની સજાની જોગવાઈ છે. આથી જો સરકારની અરજીનો સ્વીકાર થયો હોત તો સલમાન ખાનની મુશ્કેલીમાં વધારો થઈ જતો. 


જૂઓ LIVE TV...


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....