મુંબઇ : કાળીયારનાં શિકાર મુદ્દે જામીન મળ્યા બાદ સલમાન શનિવારે જોધપુર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો અને તે મુંબઇ પહોંચી ગયો. મુંબઇ એરપોર્ટથી માંડીને તેનાં ઘર સુધી પ્રશંસકોની ભારે ભીડ જોવા મળી હતી. જે સલમાનનું સ્વાગત કરવા માટે પહોંચી હતી. તેનાં ઘરની બહાર પણ ફેન્સ જમા થઇ ગયા. પ્રશંસકોએ સલમાનનાં પહોંચતાની સાથે જ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. સલમાને પણ પોતાનાં પરિવારજનો સાથે ઘરની બાલ્કની પર આવીને લોકોનું અભિવાદન જીલવાની સાથે પ્રશંસકોનો પણ આભાર માન્યો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સલમાન આ દરમિયાન હાથ જોડીને પોતાનાં ફેન્સનો આભાર વ્યક્ત કર્યો. સલમાનની સાથે તેનાં માતા - પિતા પણ બાલ્કનીમાં ઉભા રહ્યા હતા. સલમાન એક નાનકડા બાળકને પોતાનાં ખોળામાં લઇને પોતાનાં ચિર - પરિચિત અંદાજમાં આવ્યા હતા. હિટ એન્ડ રન કેસમાં પણ તેનો તે અંદાજ જોવા મળ્યો હતો. આ દરમિયાન તે ખુબ જ ભાવુક પણ હતા. મુંબઇમાં ગેલેક્સી એપાર્ટમેન્ટ સ્થિત સલમાનનાં ઘરની બહાર એકત્ર સમર્થકોએ તેનાં ઘરે પહોંચ્યા બાદ ફટાકડા ફોડ્યા હતા. ફેન્સે ફટાક્યા ફોડીને સલમાન મુક્ત થયાની ઉજવણી કરી હતી. સલમાન જોધપુર જેલથી સાંજે પાંચ વાગ્યે નિકળ્યો અને સીધો જ એરપોર્ટ ખાતે પહોંચ્યો હતો. અહીંથી ચાર્ટેડ પ્લેન દ્વારા સાંજે પોણા આઠ વાગ્યે તે મુંબઇ એરપોર્ટ ખાતે પહોંચ્યો હતો. ઘરની બહાર ફેન્સ મોટા પ્રમાણમાં જોવા મળ્યા હતો જેનાં કારણે ટ્રાફીકને વન વે કરવો પડ્યો હતો. 

તે અગાઉ શનિવારે જામીન આપરા જોધપુર સેશન્સ કોર્ટે કહ્યું કે, 7 મેનાં રોજ સલમાનને ફરીથી કોર્ટની સામે રજુ કરવા પડશે. સલમાને તેમ પણ નિર્દેશ આપ્યો કે કોર્ટની પરવાનગી વગર દેશ છોડીને ન જવું. સલમાનને 25-25 હજાર રૂપિયાનાં બે બોન્ડ ભરવામાં આવ્યા બાદ જામીન આપવામાં આવ્યા.