નવી દિલ્હી : સલમાન ખાનને મળેલી સજાનાં કોર્ટનાં ચુકાદા અંગે રાજ્યસભા એમપી જયા બચ્ચને નિરાશા વ્યક્ત કરી છે. સલમાન ખાનને 20 વર્ષ જુના કાળીયાર કેસમાં 5 વર્ષની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જયા બચ્ચનનું કહેવું છે કે, સલમાનને તેનાં માનવીય કાર્યોને જોતા સજામાંથી છુટછાટ આપવાની જરૂર હતી. સમાચાર એજન્સી એએનઆઇ અનુસાર જયા બચ્ચને પોતાનાં નિવેદનમાં કહ્યું કે, મને ખરાબ લાગી રહ્યું છે, તેને રાહત આપવામાં આવવી જોઇતી હતી. તેમણે ઘણા માનવીય કાર્યો કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે જોધપુર સત્ર કોર્ટે 1998 કાળીયાર કેસ મુદ્દે સલમાન ખાનને દોષીત ઠેરવ્યા હતા. મુખ્ય ન્યાયીક મેજીસ્ટ્રેટ દેવ કુમાર ખત્રીએ સલમાનની સજા પર ચુકાદો આપ્યો છે. ચુકાદા બાદ સલમાન ખાનને જોધપુરની સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. જેલ જતા પહેલા સલમાન ખાને પોતાનાં પિતા સલમાન ખાન સાથે ફોન પર વાત કરી હતી. સલમાનની સુરક્ષાને ધ્યાને રાખીને તેને જેલમાં બેરેકમાં અલગ રાખવામાં આવશે. સલમાન ખાનનાં જોધપુર પહોંચ્યા પર સૌથી પહેલા તેનું મેડિકલ કરાવવામાં આવ્યું.



બીજી તરફ સલમાન ખાન તરફથી જોધપુરની સત્ર કોર્ટમાં જામીન અર્જી દાખલ કરવામાં આી છે. જે અંગે કોર્ટે કાલે સુનવણી કરશે. સલમાનને સજા સંભળાવવામાં આવ્યા બાદ કોર્ટની બહાર હાજર બિશ્નોઇ સમાજનાં લોકોએ અભિનેતાની વિરુદ્ધ ભારે નારેબાજી કરી હતી. સલમાનનાં સમર્થકોએ પણ તેનાં પક્ષમાં નારેબાજી કરી હતી. ત્યાર બાદ પોલીસે બળપ્રયોગ કરી લોકોને ત્યાંથી હટાવ્યા હતા.