જોધપુર : કાળા હરણનાં શિકાર મુદ્દે સલમાન ખાનને જોધપુરની સેન્ટ્રલ જેલમાં બે રાત કાઢવી પડી હતી જેલમાં આસારામની પાસેની બેરેકમાં સલમાનને રાખવામાં આવ્યો હતો. 50 કલાક સુધી જેલમાં રહ્યા બાદ સલમાનનાં જામીન મંજુર થઇ ગયા હતા અન તે જેલમાંથી છુટીને વિમાન માર્ગે પોતાનાં ઘરે પહોંચી ગયો હતો. શનિવારે એકતરફ જ્યારે સલમાનને જામીન મળી ગયા બીજી તરફ આશારામની વિરુદ્ધ 2012નાં બળાત્કાર મુદ્દે અંતિમ દલીલો પુર્ણ થઇ ગઇ હતી. આ અંગે હવે 25 એપ્રીલે ચુકાદો સંભળાવાશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સલમાનને આપી સલાહ
આ મુદ્દે સુનવણી દરમિયાન કોર્ટ પહોંચેલા આશારામ જ્યારે મીડિયા સાથે સલમાન અંગે વાત કરતા કહ્યું કે, જે બહાર (જેલની બાહર) જાય છે, સારૂ જ થાય છે. મીડિયાએ સવાલ કર્યો કે સલમાન તમારી સાથે રહ્યા, તો તમે તેને શુ દીક્ષા આપી. તેણે કહ્યું કે, મે સમજાવી દીધા છે, હવે સલમાન સિગરેટ પીવાનું છોડી દેશે અને કોફી પીવાનું પણ ઓછુ કરી દેશે. તે ખુબ જ કોફી પણ પીવે છે જે આદત હવે ઓછી કરશે. 

સલમાનનાં માન પાનથી આસારામ ભડક્યા
અગાઉ જેલમાં સલમાન ખાનના પ્રભાવ અંગે આસારામે ગુસ્સો પણ વ્યક્ત કર્યો હતો. મળતી માહિતી અનુસાર જેલ સ્ટાફ સતત સલમાનને મળવા આવે છે અને તેનાંઓટોગ્રાફ પણ લઇ રહ્યા છે.જેનાં પગલે ભડકેલા આસારામે કહ્યું કે, તે તો બે દિવસથી જ જેલમાં આવ્યો છે છતા પણ આટલા બધા લોકો મળવા આવે છે, પરંતુ પોતે અહીં લાંબા સમયથી હોવા છતા પણ કોઇ મળવા નથી આવતું. મળતી માહિતી અનુસાર જેલ કર્મચારીઓ પોતાનાં પરિવાર સાથે સલમાનને મળવા માટે આવ્યા અને તેની સાથે વાતચીત પણ કરી હતી.