મીઠું આમ તો ભોજનમાં સ્વાદ માટે ઉપયોગમાં લેવાતું હોય છે. પરંતુ શું તમને ખબર છે કે ચપટીભર મીઠું તમારું જીવન પણ બદલી શકે છે. વાત જાણે એમ છે કે વાસ્તુ શાસ્ત્ર મુજબ મીઠું નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં મદદ કરે છે. આ સાથે જ ધનની પ્રાપ્તિ અને પ્રગતિમાં આડખીલી બનતા વિધ્નોને દૂર કરે છે. અહીં જણાવેલી રીતે મીઠાનો ઉપયોગ કરવાથી જીવનમાં સારી એવી ધનપ્રાપ્તિ થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. મીઠાનો ઉપયોગ દરિદ્રતા દૂર કરવા માટે થાય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ મીઠું પાણીમાં ભેળવીને તેનાથી ઘરમાં પોતા કરવાથી નકારાત્મકતા દૂર થાય છે. 


2. ધનના આગમન અને ઘરમાં બરકત માટે કાચના ગ્લાસમાં પાણીમાં સફેદ મીઠું ભેળવીને ઘરના કોઈ ખૂણામાં મૂકી દો. આમ કરવાથી વિધ્નો દૂર થશે. 


3. વાસ્તુ શાસ્ત્ર એક્સપર્ટ નિધિ ખેડાના જણાવ્યાં મુજબ મીઠામાં એટલી શક્તિ હોય છે કે તેની મદદથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થઈ શકતો નથી. તેનાથી ભૂત પ્રેતનો સાયો પણ દૂર રહે છે. 


4. ધનની બચત માટે એક લાલ રંગના કપડાંમાં ગાંગડા મીઠું લઈને પોટલી બનાવીને તિજોરીમાં મૂકી દો. તેનાથી પૈસાની તંગી દૂર થઈ જશે. 


5. મીઠું તમને વાસ્તુ દોષથી પણ છૂટકારો અપાવશે. તેનાથી મનમાં ચિંતા અને ભયની ભાવના દૂર થશે. જો કોઈની નજર લાગી હોય તો માથા પરથી સાતવાર મીઠું ઉતારીને ફેંકી દો, દોષ દૂર થઈ જશે. 


6. જો તમારી કુંડળીમાં ગ્રહદોષ હોય તો તેનાથી છૂટકારો મેળવવા માટે શનિવારના દિવસે સવા કિલો મીઠું દાન કરો. તેનાથી રાહત મળશે. 


7. ઘરમાં બરકત ન થતી હોય તો મીઠાને 7 વાર તમારા પરથી ઉતારીને તેને વહેતા પાણીમાં વહાવી દો. તેનાથી સમસ્યા દૂર થઈ જશે. 


8. ખાવામાં સિંધવ મીઠાનો ઉપયોગ કરો. આમ કરવાથી કુંડળીમાં ચંદ્ર અને મંગળની દશામાં પણ સુધાર થશે. 


9. જો પરિવારમાં હંમેશા કંકાસનું વાતાવરણ હોય તો મીઠાનો એક ગાંગડો ઘરના બેડરૂમમાં રાખી દો. આમ કરવાથી લડાઈ ઝગડા ખતમ થઈ જશે. 


10. જો ઘરમાં કોઈ રોગી હોય તો તેની પથારીમાં માથા પાસે એક વાડકીમાં સિંધવ મીઠું ભરીને રાખો. રોજ આ મીઠું બદલો. આમ કરવાથી વ્યક્તિના સ્વાસ્થ્યમાં સુધાર આવશે.