હૈદરાબાદઃ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા અને AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી સામાન્ય દિવસોમાં ટીવી ચર્ચાઓમાં ડિબેટ કરતા જોવા મળે છે. પરંતુ મંગળવારે બંન્ને નેતાઓએ એક-બીજા પર આકરા પ્રહારો કર્યા છે. સંબિતે ઓવૈસીની તુલના જિન્ના સાથે કરી તો જવાબમાં ઓવૈસીએ સંબિતને બાળક ગણાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કટોકટીના વિરોધમાં ભાજપ આજે દેશભરમાં પ્રદર્શન અને પત્રકાર પરિષદ કરી રહ્યું છે. આ વચ્ચે હૈદરાબાદમાં પત્રકાર પરિષદ દરમિયાન જ્યારે સંબિતને ઓવૈસીના તે નિવેદન વિશે પૂછવામાં આવ્યું જેમાં તેણે કથિત રૂપે મુસ્લિમોને મુસ્લિમ ઉમેદવારને મત આપવાની અપીલ કરી હતી. તેનો જવાબ આપતા ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું, આજના રાજનીતિક પરિદ્રશ્યમાં મને તે કહેતા જરાપણ સંકોચ નથી કે ઓવૈસી નવા જિન્ના છે. મુસ્લિમોને લલચાવીને તેને મુખ્યધારાથી દૂર લઈ જવાની રીત ખતરનાક છે. 



તેનો જવાબ આપતા એમઆઈએમ ચીફ ઓવૈસીએ કહ્યું, અરે સંબિત તો બાળક છે, બાળકો વિશે નથી બોલતા, બાળકોના બાપ સાથે મુકાબલો છે. જ્યારે મોટા વાત કરે તો બાળકોએ વચ્ચે ન બોલવું જોઈએ. 



ઓવૈસીએ કટોકટીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કટોકટીને ન ભૂલાવી શકાય. મહાત્મા ગાંધીની હત્યા, બાબરી વિધ્વંસ, 1984માં શીખોની હત્યા, 2002માં જે થયું, આ તમામ ઘટનાઓ આઝાદ ભારતની ધરતીને હલાવી દેનારી હતી.