નવી દિલ્હીઃ Sambit Patra Reaction on Congress Tweet: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના ડ્રેસને લઈને કરવામાં આવેલા કોંગ્રેસના વિવાદિત ટ્વીટ પર ભારે બબાલ શરૂ થઈ છે. ભાજપ નેતા સંબિત પાત્રાએ કોંગ્રેસની ભારત જોડો યાત્રાને (Bharat Jodo Yatra) 'આગ લગાવો યાત્રા' ગણાવી દીધી છે. સંબિત પાત્રાએ પૂછ્યુ કે કોંગ્રેસને આગળી આટલો પ્રેમ કેમ છે? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં આજે કોંગ્રેસ પાર્ટીના સત્તાવાર હેન્ડલથી આરએસએસના ડ્રેસની એક તસવીર શેર કરવામાં આવી, જેમાં એક ખાખી હાફ પેન્ટને એક તરફથી સળગતું દેખાડવામાં આવ્યું છે. કેપ્શનમાં લખવામાં આવ્યું છે, 'દેશને નફરતની બેડીઓ અને ભાજપ-આરએસએસ દ્વારા કરવામાં આવેલા નુકસાનથી મુક્ત કરતા અમે ડગલાથી ડગલું મેળવી પોતાના લક્ષ્ય પર પહોંચશું. તસવીર પર લખવામાં આવ્યું- હજુ વધુ 145 દિવસ ચાલવાનું છે.'


શું કહ્યું સંબિત પાત્રાએ?
કોંગ્રેસના આ ટ્વીટ પર હુમલો કરતા સંબિત પાત્રાએ કહ્યું- જે પ્રકારથી રાહુલ ગાંધી ભારત જોડોના નામ પર નફરત ફેલાવી રહ્યાં છે, તેનો ખુલાસો ભાજપે કર્યો છે. કોંગ્રેસ પાર્ટીએ વિવાદિત ટ્વીટ કર્યું છે. તમે બધા જાણતા હશો કે તેની ભારત જોડો યાત્રા હજુ માત્ર કેરલમાં છે, સંઘના કેટલા કાર્યકર્તાઓની હત્યા થઈ છે અને થતી રહે છે. આ તસવીરના માધ્યમથી કોંગ્રેસ પાર્ટીએ સંદેશ મોકલ્યો છે ત્યાના આતંકવાદીઓને. આ ભારત જોડો છે? આ આગ લગાવો યાત્રા છે. કોંગ્રેસ પાર્ટીએ પ્રથમવાર આવું ટ્વીટ કર્યું નથી. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીએ ભાષણ આપ્યું છે- દેસમાં કેરોસિન છાંટ્યું છે, બસ એક બાકસની જરૂર છે, દેશમાં આગ લાગી જવી જોઈએ. 


જ્ઞાનવાપી પર મુસ્લિમ પક્ષની અરજી નકારી કાઢી, હિંદુ પક્ષના હકમાં આવ્યો નિર્ણય


આરએસએસે આપી પ્રતિક્રિયા
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘને લઈને કોંગ્રેસના વિવાદિત ટ્વીટ પર આરએસએસે પ્રતિક્રિયા આપી છે. સંઘના સરકાર્યવાહ ડો. મનમોહન વૈદ્યએ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યુ- લાંબા સમયથી તે અમારા પ્રત્યે નફરત રાખે છે. તેના પિતા અને દાદાએ પણ આરએસએસને રોકવાનો ખુબ પ્રયાસ કર્યો, સંઘ પર બે વખત પ્રતિબંધ લગાવવામાં આવ્યો, પરંતુ આરએસએસ સતત આગળ વધતું રહ્યું. કારણ કે અમને લોકોનું સમર્થન મળતું રહે છે. તેમણે કહ્યું કે આ નિવેદનથી માત્ર તેમની નફરત જોવા મળે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube