Drugs Case: સમીર વાનખેડેએ મુંબઈ પોલીસ કમિશનરને લખ્યો પત્ર, `કેટલાક લોકો મને ખોટા કેસમાં ફસાવવા માંગે છે`
બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન (Aryan Khan) ની ડ્રગ્સ કેસમાં ધરપકડ થઈ છે. ત્યારથી જ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે (Sameer Wankhede) ચર્ચામાં છે.
મુંબઈ: બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન (Aryan Khan) ની ડ્રગ્સ કેસમાં ધરપકડ થઈ છે. ત્યારથી જ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે (Sameer Wankhede) ચર્ચામાં છે. રવિવારે સમીર વાનખેડેએ મુંબઈ પોલીસ કમિશનરનો સંપર્ક કર્યો છે. આ પત્રમાં તેમણે કહ્યું કે તેમને ખોટા કેસમાં ફસાવવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે.
વાનખેડે વિરુદ્ધ રચાઈ રહ્યું છે ષડયંત્ર
ડ્રગ્સ કેસમાં અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડને લઈને વિવાદના કેન્દ્રમાં આવેલા વાનખેડે (Sameer Wankhede) એ પોલીસ કમિશનર હેમંત નાગરાલેને લખેલા એક પેજના પત્રમાં કહ્યું કે તેમને ખબર પડી છે કે કેટલાક અજાણ્યા લોકો કથિત સતર્કતા સંબંધિત મામલે તેમને ફસાવવા માટે તેમના વિરુદ્ધ ષડયંત્ર હેઠળ કાયદાકીય કાર્યવાહીની યોજના ઘડી રહ્યા છે. પોતાના પત્રમાં તેમણે વધુમાં કહ્યું કે DDG મુથા અશોક જૈને પહેલેથી આ મામલો જરૂરી કાર્યવાહી માટે એનસીબીના DGને મોકલી દીધો છે.
Sameer Wankhede ના સમર્થનમાં આવ્યા કેન્દ્રીય મંત્રી, કહ્યું- જાતિને કારણે નિશાન બનાવવામાં આવે છે
કાનૂની કાર્યવાહીથી બચવાની કરી ભલામણ
વર્ષ 2008 બેચના IRS અધિકારી વાનખેડેએ કોઈ પણ નામ લીધા વગર દાવો કર્યો કે કેટલાક ઉચા પદસ્થ લોકોએ તેમને મીડિયા દ્વારા જેલ મોકલવાની અને બર્ખાસ્ત કરવાની ધમકી આપી છે. આ સમગ્ર પ્રકરણ પર તેમણે પોલીસ કમિશનરને એ પણ સુનિશ્ચિત કરવાની અપીલ કરી છે કે તેમને ખોટી દાનતથી ફસાવવા માટે આવી કોઈ પણ કાનૂની કાર્યવાહી કરવામાં ન આવે.
Aryan Khan Drugs Case: સમીર વાનખેડેએ માંગ્યા 8 કરોડ રૂપિયા! સાક્ષીએ લગાવ્યો મોટો આરોપ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube