Samjhauta Express Bombings: દિલ્હીથી લાહોર જતી દિલ્હી-અટારી સમજૌતા એક્સપ્રેસ ટ્રેનમાં બોમ્બ વિસ્ફોટને આજે 16 વર્ષ પૂરા થયા છે. 18 ફેબ્રુઆરી 2007ના રોજ થયેલા બોમ્બ વિસ્ફોટે ભારત પાકિસ્તાનના લોકોને હચમચાવી નાખ્યા હતા. પાનીપતમાં થયેલા આ વિસ્ફોટમાં 68 લોકોના જીવ ગયા હતા. જ્યારે 13 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતમાં માર્યા ગયેલા 68 લોકોમાંથી 49ની ઓળખ થઈ શકી હતી. જ્યારે 19 મૃતકોની હજુ પણ ઓળખ થઈ શકી નથી. મૃતકોના શબને ઘટનાસ્થળેથી લગભગ 10 કિલોમીટર દૂર ગામ મહરાણાના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનામાં 8 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા જે છૂટી ગયા. આજે પણ મોટો સવાલ એ છે કે તે મૃતકોમાંના તે 19 લોકો કોણ છે જેમની ઓળખ થઈ નથી? કારણ કે મુસાફરીમાં ઘણી બધી કાર્યવાહીમાંથી પસાર થવું પડે છે. આ મામલાની તપાસ NIA એ પણ કરી. પરંતુ કઈ મળ્યું નથી. 


પાણીપતના દીવાના સ્ટેશન પાસે થયો હતો વિસ્ફોટ
ભારત-પાકિસ્તાન વચ્ચે સપ્તાહમાં બે દિવસ દોડનારી સમજૌતા એક્સપ્રેસ ટ્રેનમાં 18 ફેબ્રુઆરી 2007ના રોજ રાતે લગભગ 11.53 વાગે વિસ્ફાટ થયો હતો. વિસ્ફોટમાં 68 લોકો માર્યા ગયા હતા. જ્યારે 13 લોકો ઘાયલ થયા હતા. ધડાકામાં જીવ ગુમાવનારા મોટાભાગના પાકિસ્તાની લોકો હતા. માર્યા ગયેલા 68 લોકોમાં 16 બાળકો અને 4 રેલવેકર્મીઓ સામેલ હતા. 


15 માર્ચ 2007ના રોજ હરિયાણા પોલીસે ઈન્દોરથી બે શંકાસ્પદોની ધરપકડ કરી હતી. આ ધડાકાઓમાં શ્રેણીબદ્ધ રીતે કરાયેલા આ પહેલી ધરપકડ હતી. પોલીસ આરોપી સુધી સૂટકેસના કવરના સહારે પહોંચી હતી. આ કવર ઈન્દોરના એક બજારમાંથી ઘટનાના થોડા દિવસ પહેલા ખરીદવામાં આવ્યા હતા. ત્યારબાદ તેની તર્જ પર હૈદરાબાદની મક્કા મસ્જિદ, અજમેર દરગાહ અને માલેગાવમાં પણ ધડાકા થયાઅને આ તમામના તાર પરસ્પર જોડાયેલા હોવાનું કહેવાયું હતું. 


ચોંકાવનારો ખુલાસો, આરોપી સાહિલનો પરિવાર પણ હત્યામાં સામેલ!, થયા હતા ગુપ્ત લગ્ન


મહાશિવરાત્રી પર ભૂલેચૂકે આ ફળ મહાદેવને અર્પણ ન કરતા, ઘરમાં ગરીબી કરશે પગપેસારો


ઓનલાઈન સર્ચ કરવામાં આવ્યું મૃત્યુંની સરળ રીત, તરત જ ગૂગલે બચાવી લીધો જીવ


કોને બનાવાયા હતા આરોપી?
સમજૌતા એક્સપ્રેસ વિસ્ફોટ મામલાના તપાસમાં હરિયાણા પોલીસ અને મહારાષ્ટ્ર ATS ન અભિનવ ભારતના સામેલ હોવાના સંકેત મળ્યા હતા. ત્યારબાદ સ્વામી અસીમાનંદને પણ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા હતા. NIA એ 26 જૂન 2011ના રોજ પાંચ લોકો વિરુદ્ધ ચાર્જશીટ  દાખલ કરી હતી. 


પહેલી ચાર્જશીટમાં નાબા કુમાર ઉર્ફે સ્વામી અસીમાનંદ, સુનીલ જોશી, રામચંદ્ર કાલસંગ્રા, સંદીપ ડાંગે, અને લોકેશ શર્માનું નામ હતું. તપાસ એજન્સીનું કહેવું છે કે આ બધા અક્ષરધામ (ગુજરાત), રઘુનાથ મંદિર (જમ્મુ), સંકટ મોચન (વારાણસી) મંદિરોમાં થયેલા આતંકી હુમલાઓથી દુખી હતી અને બોમ્બનો બદલો બોમ્બથી લેવા માંગતા હતા. 


જુલાઈ 2018માં સ્વામી અસીમાનંદ સહિત 5 લોકોને હૈદરાબાદ સ્થિત મક્કા મસ્જિદમાં ધડાકા કરવાની ષડયંત્રના આરોપમાંથી મુક્ત કરાયા. તે પહેલા માર્ચ 2017માં એનઆઈએની કોર્ટે 2007ના અજમેર વિસ્ફોટમાં પુરાવાના અભાવે અસીમાનંદને છોડી મૂક્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube