જૈન સમાજની મોટી જીત : મોદી સરકારે વીટો વાપર્યો, `શ્રી સમ્મેદ શિખર` તીર્થસ્થળ જ રહેશે
Sammed Shikharji Parvat Kshetra: પારસનાથ પર્વત ક્ષેત્રમાં ડ્રગ્સ અને તમામ નશીલા પદાર્થોનું વેચાણ કરવા પર પ્રતિબંધ, મોટા અવાજે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની મનાઈ છે.
નવી દિલ્હીઃ મોદી સરકારે વીટો વાપર્યો છે. ઝારખંડમાં 'શ્રી સમ્મેદ શિખર' તીર્થસ્થળ જ રહેશે. કેન્દ્ર સરકારે પોતાના અધિકારોનો ઉપયોગ કરીને નોટિફિકેશન બહાર પાડ્યું છે. મધ્યપ્રદેશના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME)મંત્રી ઓ. પી. સકલેચાએ જણાવ્યું છે કે મુખ્યમંત્રી શિવરાજ સિંહ આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પહેલાંથી જ વાત કરી ચૂક્યા છે. તેમણે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નિર્દેશ પર હવે શ્રી સમેદ શિખર તીર્થસ્થળ જ રહેશે… તેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે તીર્થક્ષેત્રમાં કોઈ બાંધકામનું કામ થશે નહીં અને સ્થળની પવિત્રતા જાળવવા માટે હોટલ, ટ્રેકિંગ અને નોન-વેજ પર પ્રતિબંધ રહેશે.
મંત્રી ઓ. પી.સકલેચાએ જણાવ્યું હતું કે, સમેત શિખર એ માત્ર જૈન સમાજ માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે પવિત્ર સ્થળ છે. તેમણે કહ્યું કે 'એવું નક્કી કરવામાં આવ્યું છે કે એક બોર્ડ બનાવવામાં આવશે, જેમાં બે લોકો જૈન સમાજ, સ્થાનિક પ્રતિનિધિ અને સરકારના પ્રતિનિધિ હશે. જે પણ નિર્ણય લેવાનો હશે તે બોર્ડ કરશે. તેમણે કહ્યું કે આ સ્થળ યાત્રાધામ જ રહેશે, પ્રવાસન સ્થળનો દરજ્જો પાછો ખેંચી લેવામાં આવ્યો છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube