સનાતન સંસ્થાના વકીલે CM ફડણવીસને લખ્યો પત્ર, ATS કરી રહી છે પરેશાન
સનાતન સંસ્થાના વકીલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસને પત્ર લખ્યો અને કહ્યું કે એટીએસ પરેશાન કરી રહી છે
નવી દિલ્હી : સનાતન સંસ્થાના સભ્યના ઘરમાં મોટાપ્રમાણમાં વિસ્ફોટક પદાર્થ મળવા અને તે મુદ્દે તેની ધરપકડ બાદ હવે સંસ્થાની તરફથી મહારાષ્ટ્ર એટીએસ પર જ આરોપ લગાવી દીધો છે. આ મુદ્દે સનાતન સંસ્થાના વકીલ સંજીવ પુનાલેકરે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને એટીએસ અંગે ફરિયાદ કરી છે. તેમણે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં આરોપ લગાવ્યો છે કે હિંદૂ સંગઠનોએ કાર્યકર્તાઓને એટીએસ પરેશાન કરી રહી છે. તેમનો આરોપ છે કે મહારાષ્ટ્રના પંઢરપુરના નાતે પુતે ગામના પ્રસાદ દેશપાંડે અને અતુલચંદ્ર પાંડે અને અતુલચંદ્ર કુલકર્ણીને તો એટીએસએ ત્રણ દિવસ માટે કસ્ટડીમાં મુકેલ છે. આ સાથે જ તેઓ મારપીટ કરી રહ્યા છે.
એટીએસ ચીફ અતુલચંદ્ર કુલકર્ણી પર પણ તેમણે આરોપ લગાવતા કહ્યું કે, કુલકર્ણી મુદ્દે તપાસ યોગ્ય રીતે નથી થઇ રહી. આ જ વાત મુદ્દે તેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો. તેમણે પત્ર લખીને મુખ્યમંત્રી ફડણવીસ સાથે મુલાકાત માટેનો સમય પણ માંગ્યો હતો. પુનાલકરે પત્રમાં લખ્યું કે,એટીએસની તરફથી કોઇ કારણ વગર જ સનાતન સંસ્થાને પરેશાન કરવામાં આવી રહ્યા છે. તેને પણ અટકાવવામાં આવવું જોઇએ.