મુંબઈ: કોંગ્રેસ જ્યાં મહારાષ્ટ્રમાં ફરીથી સત્તામાં આવવા માટે કોશિશ કરી રહી છે ત્યાં ચૂંટણી પ્રચાર દરમિયાન આંતરિક કલેહ ખુલીને સામે આવ્યો છે. આ વખતે કોંગ્રેસના નેતા સંજય નિરૂપમની ટ્વીટે મોટો બખેડો ઊભો કર્યો. વાત જાણે એમ છે કે રાહુલ ગાંધીની રેલી દરમિયાન સંજય નિરૂપમના ગાયબ રહેવા પર જ્યારે સવાલ ઉભા થવા લાગ્યા તો તેમણે સોશિયલ મીડિયામાં આ અંગે સ્પષ્ટીકરણ આપ્યું. પરંતુ સાથે સાથે મોટો બખેડો પણ ઊભો થયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


સંજય નિરૂપમે રાહુલ ગાંધીની રેલીમાં પોતાની ગેરહાજરી પર સ્પષ્ટીકરણ આપતા ટ્વીટર પર લખ્યું કે એક કૌટુંબિક ફંક્શનના કારણે તેઓ રેલીમાં સામેલ થઈ શક્યા નહીં સંજય નિરૂપમે કહ્યું કે આ અંગેની સૂચના તેમણે અગાઉથી જ રાહુલ ગાંધીને આપી દીધી હતી. સંજય નિરૂપમે કહ્યું કે રાહુલ ગાંધી તેમના નેતા છે અને  હંમેશા રહેશે. પરંતુ ત્યારબાદ તેમણે સવાલ ઊભો કરતા કહ્યું કે તે નિકમ્મો (નકામો) કેમ ગેરહાજર હતો?


જુઓ LIVE TV



નિરૂપમની આ ટ્વીટ બાદ કોંગ્રેસમાં તો જાણે હડકંપ મચી ગયો. સોશિયલ મીડિયા ઉપર પણ તેની ખુબ ચર્ચાઓ થઈ. એવી અટકળો થવા લાગી કે આખરે નિરૂપમ કોના પર નિશાન સાધી રહ્યાં છે. સૂત્રોનું માનીએ તો સંજય નિરૂપમે મુંબઈ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ મિલિન્દ દેવડા પર નિશાન સાધ્યું હોઈ શકે છે. કારણ કે તેઓ પણ રાહુલ ગાંધીની રેલીમાંથી ગાયબ હતાં.