મુંબઈઃ મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસાને લઈને શરૂ થયેલો વિવાદ શાંત થઈ રહ્યો નથી. સાંસદ નવનીત રાણા અને શિવસેના વચ્ચે આ મામલાને લઈને જંગ શરૂ થઈ ગયો છે. આ વચ્ચે શિવસેના નેતા સંજય રાઉતે રાણા દંપતિ અને ભાજપ પર નિશાન સાધ્યુ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યૂસુફ લકડાવાલા સાથે જોડ્યા તાર
તેમણે આરોપ લગાવ્યો કે ઈડીએ રાણા દંપતિની તપાસ કરવી જોઈએ. સાથે કહ્યુ કે યૂસુફ લકડાવાલા પાસેથી રાણા દંપતિએ લેતીદેતી કરી હતી અને ઈડીએ લકડાવાલાની 200 કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગ કેસમાં ધરપકડ કરી હતી. પછી લોકઅપમાં તેનું મોત થઈ ગયું હતું. 


રાઉતે આરોપ લગાવ્યો કે યૂસુફની ગેરકાયદેસર કમાણીનો ભાગ હજુ પણ નવનીત રાણાના એકાઉન્ટમાં છે. તેથી ઈડીએ પણ જલદી રાણાને ચા પીવળાવવી જોઈએ. તેમણે કહ્યું કે, ભાજપ આ મામલામાં કેમ ચુપ છે, રાણાને કેમ બચાવવામાં આવી રહ્યાં છે, જેનો ડી-ગેંગ સાથે સીધો સંબંધ છે. ચા પીવળાવવાને લઈને રાઉતે રાણા પર કટાક્ષ કર્યો કારણ કે મંગળવારે મુંબઈ પોલીસ કમિશનરે નવનીત રાણાનો એક વીડિયો ટ્વીટ કર્યો હતો, જેમાં તે ખાર પોલીસ સ્ટેશનની અંદર ચા પીતા જોવા મળી રહ્યાં છે. 


આ પણ વાંચોઃ PM મોદીએ રાજ્યોને કરી અપીલ: દેશહિતમાં પેટ્રોલ- ડીઝલ પર ઓછો કરો VAT


ફરિયાદ મળી તો થશે કાર્યવાહી
શિવસેનાના નેતાના નિવેદન પર મહારાષ્ટ્ર સરકારના સૂત્રોએ કહ્યું કે જો લકડવાલા મામલામાં કોઈ નવી ફરિયાદ મળી તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે. હજુ સુધી આ મામલામાં કોઈ ફરિયાદ મળી નથી. પરંતુ આ વાત ચૂંટણી પત્રમાં નવનીત રાણાએ પહેલા જ જણાવી હતી અને આ એક જૂનો મામલો છે. 


તો રાજ્યના ગૃહમંત્રી દિલીપ વલસે પાટિલ કમિશનર સંજય પાન્ડેયની સાથે બેઠક કર્યા બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસ પર બેઠક કરશે. બેઠકમાં રાણા દંપતિ મામલો, ચાંદીવાલ કમીશનનો રિપોર્ટ અને કિરીટ સોમૈયા પર હુમલાના મુદ્દે વાતચીત થઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube