મુંબઈઃ સંજય રાઉતને એન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટ (ઈડી) એ કસ્ટડીમાં લીધા છે. છેલ્લા 8 કલાકથી ઈડી શિવસેના નેતા રાઉતના ઘરે તપાસ કરી રહી હતી. ઈડીએ પાત્રા ચોલ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં દરોડા પાડ્યા હતા. રવિવારે સવારે ઈડીની ટીમ રાઉતના ભાંડુપ સ્થિત ઘર પર પહોંચી હતી. ઈડીની ટીમ સંજય રાઉતને તેના ઘરેથી લઈને ઓફિસ જવા માટે નિકળી છે. આ વચ્ચે શિવસેનાના કાર્યકરો હંગામો કરી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈડીની ટીમ પહોંચ્યા બાદ રાઉતના વકીલ પણ તેમના ઘરે પહોંચ્યા હતા. શિવસેના નેતાના ઘરની બહાર ઘણા સમર્થક પણ ભેગા થઈ ગયા હતા. ઈડીએ સંજય રાઉત પર તપાસમાં સહયોગ ન કરવાનો આરોપ લગાવ્યો હતો. 


જાણકારી પ્રમાણે જ્યારે તપાસ એજન્સીએ તેમની સાથે ઈડી ઓફિસે ચાલવા માટે કહ્યું તો રાઉતે કહ્યું કે તે વર્તમાન સાંસદ છે. તેમણે 7 ઓગસ્ટ સુધીનો સમય માંગ્યો હતો. પરંતુ ઈડી તેમને કસ્ટડીમાં લઈ પોતાની સાથે લઈ જઈ શકે છે. 


શું છે સમગ્ર મામલો?
સંજય રાઉતની પત્ની વર્ષા અને સ્વપ્નાની પાસે અલીબાગમાં એક જમીન હતી જેને તેના સંયુક્ત નામથી ખરીદવામાં આવી હતી. ઈડીને શંકા છે કે સ્વપ્ના પાટકરના અલગ રહેતા પતિ સુજીત પાટકર દ્વારા ધરપકડ કરાયેલા કારોબારી પ્રવીણ રાઉતે પાત્રા ચોલ કૌભાંડથી ડાયવર્ડ કરાયેલા પૈસાથી જમીન ખરીદી હતી. પ્રવીણ રાઉત સંજય રાઉતના મિત્ર છે. 


આ પણ વાંચોઃ સંજય અરોડા દિલ્હીના નવા પોલીસ કમિશનર, લેશે રાકેશ અસ્થાનાની જગ્યા  


શું છે ઈડીનો આરોપ?
એપ્રિલમાં ઈડીએ સંજય રાઉતની પત્ની વર્ષાની માલિકીવાળા મુંબઈમાં એક ફ્લેટ અને અલીબાગ ભૂમિને અટેચ કરી હતી. ઈડીએ આરોપ લગાવ્યો કે આ સંપત્તિઓને પ્રવીણ રાઉત દ્વારા ડાયવર્ટ કરાયેલા પૈસાથી ખરીદી હતી. તો સ્વપ્ના પાટકરના પરિસરોમાં હાલના સર્ચ દરમિયાન ઈડીને અલીબાગની જમીનના દસ્તાવેજ મળ્યા હતા. આ પહેલા ઈડીને આપેલા પોતાના નિવેદનમાં સ્વપ્નાએ જણાવ્યું કે તેના નામનો ઉપયોગ જમીન ખરીદવામાં કરવામાં આવ્યો હતો. પરંતુ તેના પર તેનો કોઈ માલિકી અધિકાર નથી અને ભૂમિ પાર્સલની માલિકી સંજય રાઉતના સંપૂર્ણ નિયંત્રણમાં છે. આ કૌભાંડ 1 હજાર કરોડથી વધુનું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube