સંજય રાઉતે રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત, વિપક્ષના નેતૃત્વ મુદ્દે આપ્યું નિવેદન
સંજય રાઉતે કહ્યુ કે, રાહુલ ગાંધી સાથે બેઠક દરમિયાન કહ્યું કે વિપક્ષે બેઠક કરવી જોઈએ અને તમારે નેતૃત્વ કરવુ જોઈએ.
નવી દિલ્હીઃ રાજ્ય સભાના સાંસદ અને શિવસેના નેતા સંજય રાઉતે (Sanjay Raut) કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) સાથે મુલાકાત કરી છે. બેઠક બાદ સંજય રાઉતે કહ્યુ કે, રાહુલ ગાંધી સાથે વિપક્ષની એકતાને લઈને ચર્ચા થઈ. સંજય રાઉતે તે પણ કહ્યુ કે રાહુલ ગાંધીએ વિપક્ષની આગેવાની કરવી જોઈએ.
વિપક્ષ એક થાય
બેઠક બાદ સંજય રાઉતે કહ્યુ- બે-બે ત્રણ-ત્રણ ફ્રંટનું શું કરશો? તે વિકલ્પ નથી, એક જ ફ્રંટ બનવો જોઈએ. મમતાના યૂપીએ પર આપવામાં આવેલા નિવેદનના જવાબમાં રાઉતે કહ્યુ- કોંગ્રેસ વગર કોઈ ગઠબંધન સંભવ નથી અને રાહુલે વિપક્ષનું નેતૃત્વ કરવું જોઈએ. વિપક્ષ એક નથી શું તેના પર ચર્ચા થઈ? આ સવાલના જવાબમાં રાઉતે કહ્યુ- તેના પર ચર્ચા થઈ છે. જો વિપક્ષનો કોઈ ફ્રંટ બને છે તો કોંગ્રેસ વગર તે સંભવ નથી.
આ પણ વાંચોઃ Omicron: મહારાષ્ટ્રમાં વધુ 10 કેસ નોંધાયા, દેશના આટલા રાજ્યોમાં પહોંચ્યો ઓમિક્રોન
ઉદ્ધવ પણ કરશે મુલાકાત
સંજય રાઉતે કહ્યુ- રાહુલ ગાંધી સાથે બેઠક દરમિયાન કહ્યુ કે, વિપક્ષે બેઠક કરવી જોઈએ અને તમારે આવીને લીડ કરવું જોઈએ. રાઉતે કહ્યુ કે, વાત યૂપીની રાજનીતિની નથી, રાષ્ટ્રીય રાજનીતિની છે. અમે અમારા સ્ટેન્ડ પર યથાવત છીએ કે એક ફ્રંટ બનશે અને એક ફ્રંટ બનવો જોઈએ. સાથે તેમણે કહ્યું કે, જ્યારે ઉદ્ધવ ઠાકરે કામ શરૂ કરશે તો તે રાહુલ ગાંધી સાથે જરૂર મુલાકાત કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube