નવી દિલ્હીઃ કોંગ્રેસ સેવાદળ દ્વારા વિનાયક સાવરકર પર ટિપ્પણી કરતા છપાયેલા પુસ્તકને લઈને વિવાદ વધી ગયો છે. ભારતીય જનતા પાર્ટી, વિનાયક સાવરકરના પ્રપૌત્રએ તેના પર સવાલ ઉઠાવ્યા અને નિશાન સાધ્યું છે. હવે શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, વીર સાવરકર એક મહાન વ્યક્તિ હતા અને મહાન વ્યક્તિ રહેશે. એક વર્ગ તેમની વિરુદ્ધ વાત કરતો રહે છે, આ તેના મગજની ગંદકીને દર્શાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિનાયક સાવરકર પર ટિપ્ણી કરનાર પર હુમલો કરતા સંજય રાઉતે કહ્યું, 'જે લોકો સાવરકર વિશે બોલી રહ્યાં છે, તેના મગજની તપાસ થવી જોઈએ. પછી ભલે તે મહારાષ્ટ્રના હોય કે દેશના કોઈ ભાગના દરેક સાવરકર જી પર ગર્વ કરે છે. જે લોકો આ પ્રકારની વાત કરે છે, તેના મગજ ગંદકીથી ભરેલા છે.'


સંજય રાઉતે કહ્યું કે, શિવસેનાનું સ્ટેન્ડ સંપૂર્ણ રીતે સ્પષ્ટ છે કે વીર સાવરકર મહાન હતા, છે અને રહેશે. તેમણે કહ્યું કે, જે પુસ્તક છપાયું છે તે મધ્યપ્રદેશની ગંદકી છે. તે ક્યારેય મહારાષ્ટ્રમાં નહીં આવે. આ ગેરકાયદેસર છે, અમને કોઈ સાવરકર વિશે ન શીખવાડે તે યોગ્ય છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો દેશના અન્ય સમાચાર