મુંબઈઃ મહારાષ્ટ્રની રાજનીતિમાં આજે જે થયું તેનો કોઈએ વિચાર પણ કર્યો હશે નહીં. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અને બે વખત નાયબ મુખ્યમંત્રી રહી ચુકેલા અજીત પવાર આજે શિંદે સરકારમાં સામેલ થઈ ગયા. એટલું જ નહીં તેમણે પોતાની સાથે એનસીપીના અન્ય ધારાસભ્યોને પણ સરકારમાં સામેલ કરાવી લીધા છે. ખુદે ત્રીજીવાર નાયબ મુખ્યમંત્રી પદે શપથ લીધા તો 8 ધારાસભ્યોને મંત્રી પદના શપથ અપાવ્યા છે. અજીત પવારના આ પગલાથી મહાવિકાસ અઘાડીને જરૂર મોટો ઝટકો લાગ્યો છે. આ વચ્ચે શિવસેના સાંસદ સંજય રાઉતે મુખ્યમંત્રી એકનાથ શિંદેને લઈને મોટુ નિવેદન આપ્યું છે. મીડિયા સાથે વાત કરતા રાઉતે કહ્યુ કે એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહેશે નહીં. અજીત પવારનો કેબિનેટમાં પ્રવેશનો અર્થ છે કે શિંદે જઈ રહ્યાં છે. 


એકનાથ શિંદેને લઈને રાઉતે કરી દીધી ભવિષ્યવાણી
સંજય રાઉતે ઉદ્ધવ ઠાકરેના ટ્વીટને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ અજીત પવાર અને તેમના ધારાસભ્યોને કહ્યું કે તે જ્યાં રહે, સારી રીતે રહે. તેના પર સંજય રાઉતે પ્રતિક્રિયા આપતા કહ્યુ કે અજીત પવાર જ્યારે પોતાના ધારાભ્યો સાથે કેબિનેટમાં સામેલ થઈ રહ્યા છે, ત્યારે તમે એકનાથ શિંદેનો ચહેરો જોયો? અજીત પવારનો કેબિનેટમાં પ્રવેશ થવાનો અર્થ છે કે શિંદે જઈ રહ્યા છે. હવે એકનાથ શિંદે મુખ્યમંત્રી નહીં રહે. અજીત પવારના ધારાસભ્યો વિશે ઉદ્ધવના ટ્વીટનું સમર્થન કરતા રાઉતે કહ્યુ કે, ઉદ્ધવજીએ સાચુ કહ્યું. જ્યાં રહે સારી રીતે રહે, જોઈએ કેટલા દિવસ રહે છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube