મુંબઈઃ શિવસેના નેતા સંજય રાઉતે રવિવારે કહ્યુ કે, તે અફવા છે કે શિવસેનાના મુખ્યમંત્રીને અઢી વર્ષ બાદ બદલી દેવામાં આવશે. જ્યારે ત્રણ દળોએ સરકાર બનાવી તો તેમણે નિર્ણય કર્યો હતો કે ઉદ્ધવ ઠાકરે પાંચ વર્ષ મુખ્યમંત્રી રહેશે. જો કોઈ આ વિશે વાત કરે છે તો તે જૂઠ અને અફવા સિવાય કંઈ નથી. આ વિલય નથી પરંતુ ત્રણ દળોનું ગઠબંધન છે અને બધા પોતાની પાર્ટીનો વિસ્તાર તથા મજબૂત કરવા માટે સ્વતંત્ર છે. દરેક ચૂંટણી એક સાથે લડવાની કોઈ પ્રતિબદ્ધતા નથી. સ્થાનીક ચૂંટણીમાં સ્થાનીક નેતા નિર્ણય કરે છે. અમે માત્ર લોકસભા અને રાજ્ય ચૂંટણી માટે રણનીતિ બનાવીએ છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની સાથે લઈને રાષ્ટ્રીય સ્તર પર ભાજપનો વિકલ્પ બનાવવાના સપના જોઈ રહ્યા છે, પરંતુ કોંગ્રેસ તેમના ગૃહ રાજ્ય મહારાષ્ટ્રમાં જ તેમના સપનાને ધ્વસ્ત કરવાની તૈયારી કરી રહી છે. શરદ પવારે હાલમાં પોતાની પાર્ટીની 22મી વર્ષગાંઠ મનાવતા કહ્યુ હતુ કે મહારાષ્ટ્રમાં શાસન કરી રહેલી મહાવિકાસ અઘાડીની સરકાર ન માત્ર પોતાનો કાર્યકાળ પૂરો કરશે, પરંતુ કોંગ્રેસ, એનસીપી અને શિવસેના મળી આગામી વિધાનસભા તથા લોકસભા ચૂંટણીમાં પણ સારી સફળતા હાસિલ કરશે. મહાવિકાસ અઘાડીમાં સામેલ થયા બાદ શિવસેના પણ આગામી ચૂંટણી સાથે મળીને લડવાની વાત કહી રહી છે. પરંતુ કોંગ્રેસ પોતાના આ બન્ને સહયોગી દળો સાથે સહમત નથી.


આ પણ વાંચોઃ 3 વર્ષના બાળકને આપવામાં આવી વિશ્વની સૌથી મોંઘી દવા, 65 હજાર લોકોએ આપ્યું દાન


પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ સ્પષ્ટ કર્યુ કે કોંગ્રેસ આગામી ચૂંટણી એકલી પડશે. તેની પહેલા મુંબઈ કોંગ્રેસના નેતા આગામી વર્ષની શરૂઆતમાં મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને પણ આવા પ્રકારનું નિવેદન આપી ચુક્યા છે. જો કોંગ્રેસ આ મુદ્દા પર યથાવત રહેશે તો ત્રણ પાર્ટીનું ગઠબંધન બનાવી મહારાષ્ટ્રમાં ભાજપને ટક્કર આપવાની શરદ પવારની યોજના અધુરી રહી જશે. માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસનું આ વલણ મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારમાં ઓછુ મહત્વ મળવા તથા શરદ પવારની રાષ્ટ્રીય મહત્વકાંક્ષાઓને જોતા બની રહ્યું છે. 


રાજ્ય સરકારમાં કોંગ્રેસને વિભાગ પણ ઓછા મહત્વવાળા મળ્યા છે અને તેણે વારંવાર અપમાન સહન કરવું પડી રહ્યું છે. શિવસેના દ્વારા તેને ગ્રાન્ડ ઓલ્ડ લેડી કહેવામાં આવે છે. હાલમાં તેના એક મંત્રી વિજય વડેટ્ટીવાર દ્વારા મહારાષ્ટ્રને અનલોક કરવાની યોજનાને જાહેર કરતા મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા તેનું ખંડન કરી દેવામાં આવ્યું હતું. કોંગ્રેસને લાગે છે કે સરકારમાં થઈ રહેલી 100 કરોડની વસૂલી જેવા ભ્રષ્ટાચારના મુદ્દાથી તેની પણ છાપ ખરાબ થશે. પરંતુ લાભ કંઈ મળશે નહીં. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube