નવી દિલ્હી: પીએમ મોદીના નેતૃત્વમાં લોકસભા ચૂંટણીમાં શાનદાર જીતના 1 સપ્તા બાદ આજે (30 મે) એનડીએની સરકારના શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઇ રહ્યો છે. નરેન્દ્ર મોદી ફરી એકવાર દેશની કમાન સંભાળવા તૈયાર છે. સાંજે 7 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં યોજાનાર આ કાર્યક્રમની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. દેશ વિદેશના મહેમાનોનું આગમન થઇ રહ્યું છે. એવામાં બધાની નજર મોદી સરકારના બીજા કાર્યકાળમાં કેબિનેટમાં સામેલ થવાના નામ પર રહશે. અગાઉની સરકારમાં નાણામંત્રી રહેલા ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલી સ્વાસ્થ્યના કારણથી આ વખતે જવાબદારીને સંભાળવામાં અસમર્થતા દર્શાવી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: આ એક પત્રએ 1 મહીના સુધી પ્રતિબંધ કરી દીધી કોંગ્રેસ પ્રવક્તાઓની ટીવી ડિબેટ


ત્યારે આગામી સરકારની સરખામણીમાં આ વખતે એનડીએના કુનબા પણ ઘટ્યો છે. એટલા માટે આ સવાલ પણ યોગ્ય છે કે, આખરે કયા કયા દળના નેતાઓના મંત્રી પદની શપથ લેશે. જોકે, ભાજપના સૌથી જુના સહયોગી શિવસેનાએ તેમની તરફથી સપ્ષ્ટ કરી દીધુ છે કે, મોદી મંત્રિમંડળમાં તેમની શું ભૂમિકા રહેશે.


વધુમાં વાંચો: નરેન્દ્ર મોદી આજે બીજી વખત લેશે વડાપ્રધાન પદના શપથ, જાણો નવા મંત્રીમંડળમાં સહયોગી દળને કેટલી મળશે સીટ


મોદી મંત્રીમંડળને લઇ શિવસેના નેતા સંજય રાઉતે દાવો કર્યો છે કે, એનડીએના બધા ઘટક દળથી એક એક નેતાને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવશે. સંજય રાઉતે કહ્યું કે, આ નિર્ણય લેવામાં આવ્યો છે કે પ્રત્યેક ઘટક દળથી એક મંત્રી હશે. શિવસેનાની તરફથી પણ એક મંત્રી શપથ લેશે. ઉદ્ધવ ઠાકરેજીએ અરવિંદ સાવંતનું નામ આપ્યું છે. તેઓ મંત્રીપદની શપથ લેશે.


વધુમાં વાંચો: Live: શપથ ગ્રહણ પહેલા PM મોદી અને અમિત શાહ વચ્ચે ફરી બેઠકનો દોર શરૂ


તો બીજી બાજુ શિવસેનાના દાવાથી અલગ એવા સમાચાર આવી રહ્યાં છે કે, જેડીયૂ અને શિવસેનાથી 2-2 અને અકાળી દળ, અપના દળ અને એલજેપીથી 1-1 મંત્રી બનાવવામાં આવી શકે છે. તમિલનાડુમાં ભાજપના સહયોગી AIADMKની તરફથી પણ એક મંત્રી સામેલ થઇ શકે છે.


વધુમાં વાંચો: મોદીનો શપથગ્રહણ સમારોહ: મહેમાનોને પિરસાશે ખાસ દાળ, 48 કલાકમાં થાય છે તૈયાર


ત્યારે એવી પણ અટકળો ચાલી રહી છે કે, શાહ ભાજપ અધ્યક્ષ જ રહેશે. કેમ કે, આગામી એક વર્ષમાં કેટલાક મુખ્ય રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ભાજપના નેતાઓનું માનવું છે કે, અગાઉના કેબિનેટના મોટા ભાગના અગ્રણી સભ્યોને જાળવી રાખવામાં આવે છે.


વધુમાં વાંચો: અરૂણ જેટલીને મળવા પહોંચ્યા PM મોદી, બંન્ને વચ્ચે અડધો કલાક ચાલી મુલાકાત


વરિષ્ઠ નેતા જેવા રાજનાથ સિંહ, નિતિન ગડકરી, નિર્મલા સીતારમણ, સ્મૃતિ ઇરાની, રવિશંકર પ્રસાદ, પીયૂષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, નરેન્દ્ર સિંહ તોમર અને પ્રકાશ જાવડેકરને તેમના સ્થાન પર યથાવત રાખવાની આશા છે. ઉત્તર પ્રદેશના અમેઠીમાં રાહુલ ગાંધીને હરાવનાર સ્મૃતિ ઇરાનીને એક મહત્વનો ચાર્જ મળવાની આશા છે.


જુઓ Live TV:- 


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...