મહારાષ્ટ્ર :રાતોરાત મહારાષ્ટ્ર (Maharashtra) માં સત્તાની બાજી પલટાઈ છે. કોઈને કાનોકાન ખબર ન પડી, શિવસેનાને લોલીપોપ બતાવીને બીજેપી (BJP) અને એનસીપી (NCP) એ સત્તા બનાવી લીધી છે. કાકા કરતા ભત્રીજો સવાયો નીકળ્યો હતો. શરદ પવાર (Sharad Pawar) ની સરકાર બનાવવાની લ્હાયમાં ભત્રીજો અજીત પવાર (Ajit Pawar) સવાયો નીકળ્યો. આજે સવારે અજીત પવારે દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadanvis) સાથે મહારાષ્ટ્રમાં સત્તા બનાવી લીધા છે. અત્યાર સુધી એનસીપી, કોંગ્રેસ (Congress) અને શિવસેના (Shivsena) ની ખેંચતાણમાં ચૂપચાપ રહેલા અજીત પવારે મોટી ચાલ ચલી છે. સવાર સવારમાં જ દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા છે, તો સાથે જ અજીત પવાર ડેપ્યુટી મુખ્યમંત્રી બની ગયા છે. આ સાથે જ બીજેપી અને એનસીપી સાથે આવ્યું છે. એનસીપીના 22 ધારાસભ્યો અજીત પવાર સાથે છે. ત્યારે શિવસેનાના પેટમાં મોટી ફાળ પડી છે. હજી આજે સવારે જ શિવસેનાના સંજય રાઉતે (Sanjay Raut) ટ્વિટ કરીને કહ્યું હતું કે, જીસ જીસ પર યે જગ હસાં હૈ, ઉસીને ઈતિહાસ રચા છે. ત્યારે તેમને ખબર પણ ન હતી કે, માત્ર એક કલાકમાં જ તેઓ મહારાષ્ટ્રમાં સત્તા બનાવવાનું સપનુ ગુમાવી રહ્યાં છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube