નવી દિલ્હીઃ Sanjay Singh Remand: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહને રાઉઝ એવેન્યૂ કોર્ટે ઈડીની રિમાન્ડ પર ગુરૂવારે મોકલી દીધા છે. તપાસ એજન્સી ઈડીએ 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, પરંતુ કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ આપ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંજય સિંહની દિલ્હી શરાબ નીતિ મામલામાં ઈડીએ બુધવાર (4 ઓક્ટોબર) એ તેમના નોર્થ એવેન્યૂ સ્થિત સરકારી આવાસ પર દરોડા અને પૂછપરછ બાદ ધરપકડ કરી હતી. હકીકતમાં ઈડીનો આરોપ છે કે કેટલાક ડીલરને ફાયદો પહોંચાડવા માટે કથિત રીતે લાંચ લેવામાં આવી હતી. 


શું દલીલ કરવામાં આવી?
મામલાની સુનાવણી દરમિયાન આપ નેતા સંજય સિંહે કોર્ટમાં કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી હારી રહ્યાં છે. આ કારણ છે કે તે લોકો આ કરાવી રહ્યાં છે. તો સિંહનો પક્ષ રાખી રહેલા વકીલ મોહિત માથુરે કહ્યુ કે, ક્યા આધાર પર ધરપકડ કરવામાં આવી તે જણાવવામાં આવે. અમને રિમાન્ડ પેપર આપવામાં આવે.


સિંહના વકીલની દલીલ પર ઈડીએ કહ્યું કે આપી દેશું. ત્યારબાદ તેમને રિમાન્ડ પેપર આપી દેવામાં આવ્યું હતું. 


આ પણ વાંચોઃ આગામી 24 કલાકમાં આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ


ઈડીએ શું કહ્યું?
ઈડીના વકીલે કોર્ટમાં દાવો કર્યો કે બે અલગ-અલગ ટ્રાન્ઝેક્શન થયા છે. તેમાં કુલ 2 કરોડની લેતીદેતી થઈ છે. દિનેશ અરોડાના નિવેદન પ્રમાણે તેણે લેતી-દેતીની વાત ફોન પર સ્વીકાર કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સીના રિમાન્ડ પેપરમાં સંજય સિંહના ઘર પર પૈસાની લેતી-દેતીનો ઉલ્લેખ છે. તેમાં જણાવવામાં આવ્યું કે પ્રથમવારમાં 1 કરોડ અને બીજા હપ્તામાં પણ 1 કરોડની લેતી-દેતી સંજય સિંહના ઘરે થઈ છે. 


ઈડીના રિમાન્ડ પેપરમાં ઈન્ડો સ્પ્રિટથી પણ પૈસાના ટ્રાન્ઝેક્શનની વાત કહેવામાં આવી છે. એજન્સીએ કહ્યું કે સંજય સિંહના કર્મચારી સર્વેશને તેના (સંજય સિંહ) ના ઘર પર પૈસા આપવામાં આવ્યા હતા. દિનેશ અરોડાએ તેની પુષ્ટિ કરી છે. 


ઈડીએ કહ્યું કે દિનેશ અરોડાના કર્મચારીએ જણાવ્યું કે તેણે 2 કરોડ રૂપિયા સંજય સિંહના ઘર પર આપ્યા. આ સિવાય 1 કરોડ ઈન્ડો સ્પ્રિટની ઓફિસથી લઈને પણ સિંહના ઘરે આપ્યા. કાલે જે સર્ચ થયું તેમાં ડિજિટલ પૂરાવા મળ્યા તેને લઈને સવાલ કરવાના છે. સિંહના ફોન અમે જપ્ત કર્યાં છે. કેટલાક કોન્ટેક્ટ નંબર મળ્યા છે. 


આ પણ વાંચોઃ નેતાઓને સપનામાં આવે છે એ ED, CBIથી કેટલી અલગ : કોના આદેશ પર ઈડી પાડે છે દરોડા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube