રાજ્યસભા સાંસદ અને આમ આદમી પાર્ટીના નેતા સ્વાતિ માલીવાલ તરફથી લગાવવામાં આવેલા આરોપો પર હવે પાર્ટીએ મૌન તોડ્યું છે. આપ  નેતા સંજય સિંહે એ વાત કબૂલી છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સહાયક વિભવકુમારે સોમવારે મુખ્યમંત્રી આવાસ પર પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તણૂંક કરી છે. તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલ આ મામલે કડક કાર્યવાહી કરશે. 


શું કહ્યું સંજય સિંહે?
આમ આદમી પાર્ટીના સીનિયર નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે મંગળવારે એક પત્રકાર પરિષદમાં કહ્યું કે આ એક નિંદનીય ઘટના છે. તેમણે કહ્યું કે કાલે માલીવાલ અરવિંદ કેજરીવાલને મળવા માટે તેમના ઘરે ગયા હતા. જ્યારે તેઓ ડ્રોઈંગ રૂમમાં તેમને મળવાની રાહ જોતા હતા ત્યારે વિભવ કુમારે તેમની સાથે ગેરવર્તણૂંક કરી. આ ખુબ નિંદનીય ઘટના છે. કેજરીવાલે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને કડક કાર્યવાહી કરશે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube