નવી દિલ્હી: યુટ્યૂબ પર સંસદ ટીવીના એકાઉન્ટને કથિત રીતે યુટ્યૂબના દિશા નિર્દેશોના ભંગના પગલે બંધ કરી દેવાયું છે. યુટ્યૂબની આ ચેનલ પર લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહીનું સીધુ પ્રસારણ થાય છે. સંસદ ટીવીએ જાણકારી આપી કે તેમની યુટ્યૂબ ટેનલ હેક થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંસદ ટીવીએ પોતાના અધિકૃત નિવેદનમાં કહ્યું કે 15 ફેબ્રુઆરીના રોજ સંસદ ટીવીની YouTube ચેનલને હેક કરવામાં આવી હતી. YouTube સુરક્ષા જોખમની સમસ્યાનું સમાધાન કરી રહ્યું છે. 


સંસદ ટીવીના યુટ્યૂબ એકાઉન્ટને હેક કરીને તેનું નામ બદલી નાખી એથેરિયમ રાખી દેવામાં આવ્યું હતું. જે એક ક્રિપ્ટો મુદ્રા છે. અધિકારીઓનું કહેવું છે કે ગૂગલ સામે આ મુદ્દાને ઉઠાવવામાં આવ્યો છે. એક અધિકારીએ કહ્યું કે હેકિંગ જેવું કઈક થયું છે. તેમણે કહ્યું કે ગૂગલને ફરિયાદ  કરવામાં આવી છે અને આગળ તેઓ તેને જોઈ રહ્યા છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube