ગોરખપુર: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ક્ષેત્ર તરીકે ઓળખાતા ગોરખપુરના દારૂલ ઉલૂમ હુસૈનિયા મદરેસામાં વિદ્યાર્થીઓને સંસ્કૃત ભણાવવામાં આવી રહ્યું છે. ન્યૂઝ એજન્સી ANIના અનુસાર વિદ્યાર્થીઓએ જણાવ્યું કે 'અમને સંસ્કૃત ભણવું ગમે છે. અમારા શિક્ષક સંસ્કૃતની સારી રીતે વ્યાખ્યા કરીને સમજાવે છે. અમારા પરિવારવાળા પણ સંસ્કૃત ભણવામાં મદદ કરી રહ્યાં છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કહેવામાં આવી રહ્યું છે કે મદરેસાની શિક્ષાને આધુનિકતા સાથે જોડાવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. મદરેસામાં સંસ્કૃત ઉપરાંત અંગ્રેજી, ગણિત, અરબી, હિંદીનો અભ્યાસ કરાવવામાં આવે છે. 


માનવામાં આવી રહ્યું છે કે ઉત્તર પ્રદેશમાં આ પહેલી મદરેસા છે જ્યાં સંસ્કૃતનો અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે સંસ્કૃત ભણવા માટે મદરેસામાં મુસ્લિમ ટીચરની નિમણૂંક કરવામાં આવી છે.

એક નહીં ચાર ચાર ગોલ્ડ મેડલ જીત્યા બાદ પણ કલાઇમણીની સ્થિતિ જાણી તમે ચોંકી ઉઠશો  


જોકે ઉલૂમ હુસૈનિયા મદરેસાના પ્રિંસિપાલે ન્યૂસ એજન્સી ANI સાથે વાતચીતમાં કહ્યું 'અમે ઇચ્છીએ છીએ કે મદરેસામાં ભણતા વિદ્યાર્થીઓ કોઇ મામલે સામાન્ય સ્કૂલોમાં ભણનાર બાળકોથી પાછળ રહી ન જાય. મદરેસાની શરૂઆત ફક્ત ધર્મના અભ્યાસ માટે નથી, પરંતુ સમાજના નબળા વર્ગના બાળકોને તાલીમ માટે શરૂ કરવામાં આવે છે. જો મદરેસામાં અભ્યાસ કરનાર બાળકોને આગળ જઇને મુશ્કેલીઓનો સામનો કરવો પડે તો આ સારી વાત નથી. એટલા માટે અમે ઇચ્છીએ છીએ કે મદરેસામાં ભણનાર બાળકો પણ જીવનના દરેક ક્ષેત્રમાં સામાન્ય બાળકો સાથે પ્રતિસ્પર્ધા કરે, તેમની સામે કેરિયર પસંદ કરવાની સમાન તકો રહે.

HDFC એ ગ્રાહકો આપ્યો મોટો આંચકો, ઘર ખરીદનારાઓને હવે આપવા પડશે વધુ નાણાં 


અત્રે ઉલ્લેખનીય છે કે વેબ પોર્ટલ પર નોંધણી અનિવાર્ય કર્યા બાદ યૂપીના લગભગ બે હજાર મદરેસાઓને બનાવટી ગણવામાં આવ્યા છે. પ્રદેશ સરકાર આ વર્ષે તેમના પર 100 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરી રહી હતી. રાજ્યમાં યોગી આદિત્યનાથ સરકાર બન્યા બાદ યૂપીના બધા મદરેસાને આદેશ આપવામાં આવ્યો હતો કે તે મદરેસા બોર્ડના વેબ પોર્ટ પર પોતાના વિશે પુરેપુરી જાણકારી અપલોડ કરે. મર્યાદિત સમય મર્યાદામાં આમ નહી કરનાર મદરેસાઓની માન્યતા રદ કરી દેવામાં આવશે.