Sarojini Naidu Birth Anniversary: `પુરુષો દેશની શાન છે તો મહિલાઓ દેશનો પાયો છે`, જાણો સરોજિની નાયડુના 10 અનમોલ વિચાર
Sarojini Naidu Birth Anniversary: સરોજિની નાયડુ ભારતના સ્વતંત્રતા સેનાની, લેખિકા, કાર્યકર, પ્રસિદ્ધ કવિ અને ગીતકાર હતા. તેમનો જન્મ 13 ફેબ્રુઆરી 1879ના રોજ હૈદરાબાદમાં થયો હતો. તેમના પિતા અઘોરનાથ ચટ્ટોપાધ્યાય એક જાણીતા વિદ્વાન અને તેમના માતા કવિયિક્ષી હતા. તેઓ બાંગ્લામાં લખતા હતા. સરોજિની નાયડુ દેશમાં નાઈટિંગલના નામથી જાણીતા છે.
Birth Anniversary: સરોજિની નાયડુ ભારતના સ્વતંત્રતા સેનાની, લેખિકા, કાર્યકર, પ્રસિદ્ધ કવિ અને ગીતકાર હતા. તેમનો જન્મ 13 ફેબ્રુઆરી 1879ના રોજ હૈદરાબાદમાં થયો હતો. તેમના પિતા અઘોરનાથ ચટ્ટોપાધ્યાય એક જાણીતા વિદ્વાન અને તેમના માતા કવિયિક્ષી હતા. તેઓ બાંગ્લામાં લખતા હતા. સરોજિની નાયડુ દેશમાં નાઈટિંગલના નામથી જાણીતા છે. સરોજિની નાયડુએ દેશભક્તિ, રોમાન્સ અને ત્રાસદી જેવા મુદ્દાઓ પર બાળકો માટે કવિતાઓ પણ લખેલી છે. તેઓ સૌથી પ્રસિદ્ધ લેખકોમાંથી એક હતા. જેમને દેશના અનેક લોકોએ ભરપૂર પ્રેમ આપ્યો. સરોજિની નાયડુ લગભગ 12 વર્ષના હતા ત્યારે તેમણે સાહિત્યમાં પોતાની કરિયર શરૂ કરી. તેમણે 'માહેર મુનીર' નામનું એક નાટક લખ્યું અને જાણીતા થયા. સરોજિની નાયડુને 16 વર્ષની ઉંમરમાં હૈદરાબાદના નિઝામથી છાત્રવૃત્તિ મળી અને તેઓ લંડનના કિંગ્સ કોલેજમાં ભણવા જતા રહ્યા. ત્યારબાદ તેમણે ત્યાં કેમ્બ્રિજના ગિરટન કોલેજમાં અભ્યાસ કર્યો.
સરોજિની નાયડુએ ગાંધીજીના અનેક સત્યાગ્રહોમાં ભાગ લીધો હતો તથા ભારત છોડો આંદોલન વખતે જેલમાં પણ ગયા હતા. 1925માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાનપુર અધિવેશનના તેઓ પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા હતા. તેઓ ઉત્તર પ્રદેશના ગવર્નર બનનારા પહેલા મહિલા હતા. સરોજિની નાયડુની જયંતી પર અહીં તેમના અનમોલ વિચાર તમારા જીવનને પણ પ્રેરિત કરશે.
Shocking Video: ટ્રકે કારને ટક્કર મારી, 3 KM સુધી ખેંચી ગઈ, નશામાં ચૂર હતો ડ્રાઇવર
Video: પાર્ટીમાં પ્રેમનો એકરાર કર્યો, છોકરીએ ના પાડી તો શાળામાં ઘૂસીને ગોળી મારી
દીકરીઓ માટે આ બેસ્ટ સરકારી યોજના, PM મોદીએ પણ પાઠવી શુભેચ્છા, જલદી કરો અરજી
1. જો પુરુષ દેશની શાન છે તો મહિલાઓ તે દેશનો પાયો છે. - સરોજિની નાયડુ
2. એક દેશની મહાનતા, બલિદાન અને પ્રેમ તે દેશના આદર્શો પર નિહિત કરે છે.
3. એક દેશને મહાન બનાવવા પાછળ અનેક વર્ષો લાગે છે. જે લોકો બીજાને મદદ કરે છે ભગવાન તેમની મદદ કરે છે. આત્મ સન્માન વ્યક્તિનું સૌથી મોટું ઘરેણું છે.
4. જે લોકો સુંદર હોય છે તેઓ હંમેશા સારા હોતા નથી, અને જે લોકો સારા હોય છે તેઓ હંમેશા સુંદર હોતા નથી.
5. જો તમે મજબૂત હોવ તો તમારે નબળા છોકરા કે છોકરીને રમતમાં અને કામમાં બંનેમાં તે માટે મદદ કરવી જોઈએ.
6. દેશને બીમારીથી મુક્ત કરતા પહેલા, ભારતમાં પુરુષોની એક નવી નસ્લની ખુબ જરૂર છે.
7. જો તમે બીજા કરતા વધુ શક્તિશાળી હોવ તો તમારે બીજાની મદદ કરવી જોઈએ.
8. અમે હેતુની ઊંડી ઈમાનદારી ઈચ્છીએ છીએ, ભાષણમાં વધુ સાહસ અને કાર્યવાહીમાં ઈમાનદારી.
9. આત્મ સન્માન વ્યક્તિનું સૌથી મોટું ઘરેણું હોય છે.
10. જ્યારે અત્યાચાર થાય છે ત્યારે ફક્ત આત્મ સન્માનની વાત થાય છે અને કહે છે કે તે આજે સમાપ્ત થઈ જશે. કારણ કે મારો અધિકાર ન્યાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube