શ્રીનગર : અનંતનાગ જિલ્લાનાં લરકીપોરા વિસ્તારમાં કેટલાક આતંકવાદી હુમલાખોરોએ સ્થાનીક સરપંચની ગોળીમારીને હત્યા કરી દીધી છે. સરપંચનું નામ અજય પંડિત છે જે ઓમકારાથનાં પુત્ર હતા. સરપંચની ઉંમર 40 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર સરપંચ કોગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા. હત્યા કરનારાઓ આતંકવાદી હતા. જો કે કોણ હતા, તે અંગે હજી સુધી માહિતી મળી શકી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Operation Desert : 2 એજન્ટની ધરપકડ, હનીટ્રેપ દ્વારા ISI કરાવી રહ્યુ છે જાસુસી

જમ્મુ કાશ્મીર પોલીસ આ અંગે નિવેદન બહાર પાડીને કહ્યું કે, સાંજે 6 વાગ્યે અમને અનંતનાગનાં લોકબોવાન વિસ્તારમાં ગોળીબારીના સમાચાર મળ્યા હતા. જ્યાં કેટલાક આતંકવાદીઓની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે, સરપંચ અજય પંડિતાનાં ઘરની પાસે જ આતંકવાદીઓએ તેમના પર ગોળી ચલાવી હતી. તેને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. હાલ તો પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 


ઓડિશા જનસંવાદ રેલીમાં અમિત શાહનો કટાક્ષ, વિપક્ષના વક્રદ્રષ્ટા આજે અમારા પર સવાલ ઉઠાવે છે

જમ્મુ કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના અધ્યક્ષ મહેબુબા મુફઅતીએ ટ્વીટર હેન્ડલ થકી તેમની પુત્રી ઇલ્તિજા મુફ્તીએ આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. આ દોરમાં રાજનીતિક કાર્યકર્તાઓની સ્થિતી સતત કથળતી રહી છે. એક તરફથી એક્શનનો ડર છે તો બીજી તરફ આતંકવાદીઓનું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube