21 ડિસેમ્બરે આકાશમાં સર્જાશે અદભૂત સંયોગ, દેશ-દુનિયામાં મોટી ઉથલપાથલ થશે
- ખગોળીય એક્સપર્ટસના અનુસાર, 1623 વર્ષ બાદ આવી ઘટના બની રહી છે. બંને ગ્રહોના યુનિવર્સમાં પરિક્રમાના સમયમાં મોટું અંતર હોવાને કારણે લાંબા અંતરાળ બાદ બંને એકસાથે આકાશમાં નજર આવશે.
ઝી મીડિયા/બ્યૂરો :શનિ અને ગુરુનો ગ્રહ અંતરિક્ષના બે મોટા ગ્રહ છે. જેની અસર જ્યોતિષ શાસ્ત્ર પર મોટાપાયે જોવા મળે છે. ત્યારે 21 ડિસેમ્બરના રોજ રાત્રે મોટી ખગોળીય ઘટના સર્જાવાની છે. ત્યારે આ બંને ગ્રહો એકબીજાની બહુ જ નજીક આવી જશે. બંને વચ્ચેનું અંતર માત્ર 73.5 કિલોમીટર જ રહેશે. આ દુર્ભલ ઘટનાને નરી આંખે જોઈ શકાશે. આ દિવસે ગુરુ અને શનિ 0.1 ડિગ્રી નજીક જોઈ શકાશે. આ પહેલા બંને ગ્રહો (Jupiter shani yoga) ની કક્ષાઓ નજીક આવતી દેખાશે. ખગોળીય એક્સપર્ટસના અનુસાર,1623 વર્ષ બાદ આવી ઘટના બની રહી છે. બંને ગ્રહોના યુનિવર્સમાં પરિક્રમાના સમયમાં મોટું અંતર હોવાને કારણે લાંબા અંતરાળ બાદ બંને એકસાથે આકાશમાં નજર આવશે. હવે આવી ઘટના 60 વર્ષ બાદ એટલે કે 2080માં જોવા મળશે.
આ પણ વાંચો : નવા ઘરમાં મહિલાને મળ્યું દિવાલમાં ચણાયેલું ઢીંગલીનું માથું, પછી તો...
જ્યોતિષના દ્રષ્ટિએ મહત્વની ઘટના
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગુરુ એ ગ્રહોનો રાજા માનવામાં આવે છે. તે સૌર મંડળનો સૌથી મોટો ગ્રહ છે. તેને દેવતાઓના ગુરુની ઉપાધિ આપવામાં આવી છે. ગુરનો પ્રભાવ શુભ પ્રદાન કરનારું હોય છએ. તે વ્યક્તિને ન્યાય તરફ અગ્રેસર કરે છે. તો શનિની ગણતરી ક્રુર ગ્રહોમાં થઆય છે. તે દંડ આપીને લોકોને સુધારે છે. પરંતુ બંને ગ્રહો ન્યાયપ્રિય છે. મનુષ્યને ન્યાયોજિત જીવન આપવાની પ્રેરણા આપે છે.
ચારવાર આત્મહત્યા કરવા ગઈ, છતાં સુરતની યુવતીને મોત ન મળ્યું
આ સંયોગની અસર
21 ડિસેમ્બરે શનિ અને ગુરુ દેશ અને દુનિયા પર ભારે અસર બતાવશે. જેની અસર કોરોના મહામારીનો ફરીથી પ્રસાર, રસ્તા પર હિંસા અને તોડફોડના રૂપમાં જોઈ શકાય છે. પરંતુ સન્માર્ગ પર ચાલનારા સત્પુરુષો માટે આ એક સામાન્ય ઘટના બની રહેશે. જેમનું મન હંમેશા ઈશ્વરના ધ્યાનમાં લીન રહે છે, તેવા લોકો પર ગ્રહોના ઉથલપાથલની અસર વધુ પડતી નથી.