નવી દિલ્હી: જ્યોતિષશાસ્ત્ર અનુસાર બારેય બાર રાશિઓની માનવજાત પર ખરાબ અને સારી અસર પડે છે. ગ્રહોના સેનાપતિ શનિ 12 જુલાઈએ સવારે 10.28 વાગે મકર રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. શનિ 17 જાન્યુઆરી 2023 સુધી રાશિમાં રહે છે. એટલે કે શનિ આગામી 6 મહિના સુધી મકર રાશિમાં જ રહેવાનો છે. શનિ હાલના સમયે વક્રી અવસ્થામાં છે અને ઉલ્ટી ચાલ ચલીને અમુક રાશિઓને ખુબ જ શુભ પરિણામ આપશે. પરંતુ કેટલાંક લોકોની મુશ્કેલીઓ વધશે. તો આવો જાણીએ કે શનિનું આ રાશિ પરિવર્તન કઈ રાશિઓ પર કેવો પ્રભાવ પાડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રણ રાશિઓને મહાલાભ
વૃષભ
મકર રાશિમાં વક્રી શનિનું ગોચર વૃષભ રાશિવાળાઓ માટે ખુબ જ શાનદાર હશે. પ્રમોશન મળી શકે છે. નવી નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે. જો તમે નવો ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમય તેમના માટે ઘણો સારો રહેવાનો છે.


ધનુ
મકર રાશિમાં વક્રી શનિનો પ્રવેશ સંકેત આપી રહ્યો છે કે તમને આકસ્મિક ધન લાભ થઈ શકે છે. વ્યવસાય અને કાર્યક્ષેત્રમાં સારો લાભ અને સફળતા મળવાના પણ યોગ છે. લાંબા સમયથી અટવાઈ રહેવા રૂપિયા પાછા મળી શકે છે. પાર્ટનરશિપમાં બિઝનેસ શરૂ કરવા માટે અનુકૂળ સમય છે.


મીન
મીન રાશિના જાતકો માટે શનિનું ગોચર આર્થિક દૃષ્ટિએ ખૂબ જ અદભૂત રહેવાનું છે. ગુપ્ત સ્ત્રોતોથી ધન કમાવવામાં તમને સફળતા મળશે. તમારી આર્થિક સ્થિતિ ઘણી સારી રહેશે. નોકરી કરતા લોકો માટે સફળતા અને ઇન્ક્રીમેન્ટ મળવાની પ્રબળ સંભાવના છે. જો તમે રોકાણ કરવા માંગો છો, તો તેના માટે પણ સમય અનુકૂળ છે.


કોને થશે નુકસાન ?
મિથુન
- શનિ રાશિ બદલતાની સાથે જ મિથુન રાશિમાં થઈ રહેલા કામ બગડી શકે છે. પૈસા હાથમાં આવતા રહેશે, પરંતુ ખર્ચ તમારી મુશ્કેલીઓ ઓછી થવા દેશે નહીં. સંતાન પક્ષની દૃષ્ટિએ પણ સમય અનુકૂળ નહીં રહે.


તુલા
તુલા રાશિના લોકો માટે પણ આ સમય મુશ્કેલીઓથી ભરેલો હોઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તમને ઘેરી લેશે. જે લોકો સરકારી નોકરી કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને ઘણો સંઘર્ષ કરવો પડી શકે છે.


કુંભ
મકર રાશિમાં શનિ પરિવર્તન બાદ મિથુન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. તમારા ખર્ચમાં વધારો થશે. લાંબી મુસાફરી થઈ શકે છે. પરિવારના લોકો વચ્ચે વિવાદ થઈ શકે છે.'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube