સાઉદી ભારતમાં 100 બિલિયન ડોલરનું રોકાણ કરવા માટે કટિબદ્ધઃ પીએમ મોદી
વડાપ્રધાને સોમવારે સાઉદી રવાના થતાં પહેલા જણાવ્યું કે, `રિયાધ ખાતેની મારી મુલાકાત દરમિયાન સાઉદી અરેબિયાના કિંગ સાથે દ્વીપક્ષીયો વાટાઘાટો યોજાશે.આ સાથે જ સાઉદીના રાજકુમાર મોહમ્મદ બિન-સલમાન સાથે પણ દ્વીપક્ષીય મુદ્દે સહકાર સહિત સ્થાનિક અને વૈશ્વિક મુદ્દે પરસ્પર હિતની બાબતો અંગે ચર્ચા થવાની છે.`
નવી દિલ્હીઃ વડાપ્રધાન સાઉદી અરબની એક દિવસની મુલાકાત માટે જવા માટે સોમવારે રવાના થઈ ગયા છે. આ દરમિયાન બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ ગાઢ બને તેવી સંભાવના છે. વડાપ્રધાન મોદી સાઉદીના રાજા સલમાન બિન-અબ્દુલ અઝીઝ અલ-સઉદના નિમંત્રણને પગલે ગલ્ફ દેશની મુલાકાતે જઈ રહ્યા છે. અહીં રવાના થતાં પહેલાં પીએમ મોદીએ જણાવ્યું કે, સાઉદી ભારતમાં 100 બિલિયન ડોલરનું રોકાણ કરવા માટે કટિબદ્ધ છે.
વડાપ્રધાને સોમવારે સાઉદી રવાના થતાં પહેલા જણાવ્યું કે, "રિયાધ ખાતેની મારી મુલાકાત દરમિયાન સાઉદી અરેબિયાના કિંગ સાથે દ્વીપક્ષીયો વાટાઘાટો યોજાશે.આ સાથે જ સાઉદીના રાજકુમાર મોહમ્મદ બિન-સલમાન સાથે પણ દ્વીપક્ષીય મુદ્દે સહકાર સહિત સ્થાનિક અને વૈશ્વિક મુદ્દે પરસ્પર હિતની બાબતો અંગે ચર્ચા થવાની છે."
મહારાષ્ટ્રમાં સત્તાની સાઠમારીઃ અમારી પાસે 122 ધારાસભ્ય, CM અમારો હતો અને રહેશે- BJP
વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે, "તેઓ રિયાધ ખાતે આયોજિત 'પ્લેનરી સેશન ઓફ થર્ડ ફ્યુચર ઈન્વેસ્ટમેન્ટ ઈનિશિએટીવ ફોરમ'માં પણ ભાગ લેવાના છે. ભારત અને સાઉદી અરબ વચ્ચે પરંપરાગત મૈત્રી છે. સાઉદી અરબ ભારતની ખનિજ તેની સૌથી મોટી જરૂરિયાત પુરી કરે છે. ફેબ્રુઆરી, 2019માં નવી દિલ્હીની મુલાકાત દરમિયાન સાઉદી રાજકુમારે ભારતમાં વિવિધ ક્ષેત્રે 100 બિલિયન ડોલરનું રોકાણ કરવાની ખાતરી આપી હતી. સાઉદી અરબ સાથે સંરક્ષણ, સુરક્ષા, વેપાર, સંસ્કૃતિ, શિક્ષણ અને લોકોથી લોકો વચ્ચેના સંપર્કના મુદ્દે ભારત દ્વીપક્ષીય સંબંધો આગળ લઈ જવા માગે છે."
આ સાથે જ વડાપ્રધાને જણાવ્યું કે, "તેઓ સાઉદી અરબ સાથે 'સ્ટ્રેટજિક પાર્ટનરશિપ કાઉન્સિલ'ની સ્થાપના કરવા બાબતે કરાર કરશે. આ કરાર થઈ ગયા પછી બંને દેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો એક નવી ઊંચાઈએ પહોંચશે."
જુઓ LIVE TV.....