`સેલ્યુલર જેલને બનાવ્યું તીર્થસ્થાન`, શાહે જણાવ્યું કઈ રીતે સાવરકર બન્યા `વીર`
પોતાના ત્રણ દિવયની યાત્રા દરમિયાન આજે અમિત શાહ અંડમાન નિકોબાર પહોંચ્યા. પહેલા દિવસમાં પોર્ટ બ્લેયર પહોંચ્યા અને સેલ્યુલર જેલનું નિરીક્ષણ કર્યું. કેન્દ્ર સરકારના આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ હેઠળ શાહે પોર્ટ બ્લેયરમાં સ્વતંત્રતા સેનાનીઓને નમન કર્યા હતા.
પોર્ટ બ્લેયરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અંડમાન નિકોબાર પહોંચીને પોર્ટ બ્લેયરમાં સેલ્યુલર જેલનું નિરીક્ષણ કર્યું, આ તે જેલ છે જ્યાં આઝાદી પહેલા વિનાયક દામોદર સાવરકર કેદી હતા. પોર્ટ બ્લેયર જેલમાં તેમણે કહ્યું- સાવરકરે સેલ્યુલર જેલને 'તીર્થસ્થાન (મંદિર)' માં બદલી દીધી. તેમણે દુનિયાને સંદેશ આપ્યો કે તમે જેટલી ઈચ્છો એટલી યાતનાઓ સહન કરી શકો છો, પરંતુ તેના અધિકારોને અવરોધક ન કરી શકો. આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમ હેઠળ શાહે સેલ્યુલર જેલમાં સ્વતંત્રતા સેનાનીઓને યાદ કર્યા અને તેમને નમન કર્યા હતા.
પોતાના ત્રણ દિવયની યાત્રા દરમિયાન આજે અમિત શાહ અંડમાન નિકોબાર પહોંચ્યા. પહેલા દિવસમાં પોર્ટ બ્લેયર પહોંચ્યા અને સેલ્યુલર જેલનું નિરીક્ષણ કર્યું. કેન્દ્ર સરકારના આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ હેઠળ શાહે પોર્ટ બ્લેયરમાં સ્વતંત્રતા સેનાનીઓને નમન કર્યા હતા.
આ તે જેલ છે જ્યાં આઝાદી પહેલા સ્વતંત્રતા સેનાનીઓને કાલાપાનીની સજા આપવામાં આવતી હતી. આ જેલમાં વિનાયક દામોદર સાવરકર પણ કેદ હતા. તેમને 10 વર્ષની કઠોર કારાવાસની સજા થઈ હતી.
આ પણ વાંચો- VIDEO: દશેરાની ઝાંખી ચાલી રહી હતી, પૂર ઝડપે આવી રહેલી કારે 20 લોકોને કચડી નાખ્યા
પોર્ટ બ્લેયર જેલમાં અમિત શાહે કહ્યુ- સાવરકરને સેલ્યુલર જેલને તીર્થસ્થાન (મંદિરમાં) બદલી દીધું. તેમણે દુનિયાને સંદેશ આપ્યો હતો કે મારા અધિકારો છીનવી શકો નહીં. મારા દેશને સ્વતંત્ર બનાવવો મારો જન્મસિદ્ધ અધિકાર છે, સાવરકરે આ વાક્યને અહીં પૂરુ કર્યું.
અમિત શાહ અહીં ત્રણ દિવસની યાત્રા પર છે. શનિવારે ગૃહમંત્રી રાની લક્ષ્મીબાઈ દ્વીપ જશે. આ સિવાય શહીદ દ્વીપ ઇકો ટૂરિઝ્મ પ્રોજેક્ટ, સ્વરાજ દ્વીપ જળ એરપોર્ટ અને અન્ય વિકાસ પરિયોજનાઓનું નિરીક્ષણ કરશે. અમિત શાહ અંડમાન નિકોબાર દ્વીપથી નેતાજી સુભાષ ચંદ્ર બોસ દ્વીરમાં અનેક વિકાસ યોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
રવિવારે અમિત શાહ અંડમાન નિકોબાર દ્વીપમાં સુરક્ષા વ્યવસ્થા અને હાલની વિકાસ પરિયોજનાઓની સમીક્ષા પણ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube