નવી દિલ્હીઃ સાઈબર ક્રાઈમના વધતા જતા કેસો વચ્ચે એટીએમ ફ્રોડ અને એટીએમ ક્લોન દ્વારા છેતરપીંડીના કિસ્સા વધતા જઈ રહ્યા છે. આ ઉપરાંત ઠગ ઓનલાઈન ફ્રોડ દ્વારા પણ લોકોને ચૂનો ચોપડી રહ્યા છે. આથી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ પોતાનાં ગ્રાહકોને ફરી એક વખત જાગૃત કરવા સુચના આપી છે. બેન્ક તરફથી જણાવાયું છે કે, એટીએમ સેન્ટરમાંથી પૈસા ઉપાડતા સમયે દરેક યુઝરે કેટલીક સાવચેતી જરૂર રાખવી જોઈએ. જો, તમે થોડી સાવચેતી રાખશો તો ભવિષ્યમાં થનારી કોઈ પણ પ્રકારની છેતરપીંડીથી બચી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાવચેતીઓ અંગે તમે તમારા મિત્રો અને સગાસંબંધિઓને પણ જણાવો. એસબીઆઈએ જણાવ્યું છે કે, એટીએમમાંથી રોકડ ઉપાડતા સમયે જો તમે બેન્ક દ્વારા આપવામાં આવેલી ટિપ્સ પર ધ્યાન આપો છો અને તેને અપનાવો છો તો એટીએમ દ્વારા થતી છેતરપીંડીથી બચી શકો છો. 


કેબિનના અંદર કોઈ ન હોવું જોઈએ
બેન્કે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને જણાવ્યું છે કે, એટીએમ સેન્ટરમાં ટ્રાન્ઝેક્શન કરતાં સમયે તમે કોઈ પણ ગ્રાહકના ખભા પર નજર ન નાખો. તેમની ગુપ્તતાનું સન્માન કરો. સાથે જ એ બાબતનું પણ ધ્યાન રાખો કે તમે જ્યારે એટીએમ સેન્ટરના અંદર કોઈ ટ્રાન્ઝેક્શન કરી રહ્યા હોવ ત્યારે તમારો કોઈ પણ અપરિચિત વ્યક્તિ કેબિનની અંદર ન હોવો જોઈએ. 



જો તમે કેબિનના અંદર કોઈ અન્ય વ્યક્તિ જોવા મળે તો ટ્રાન્ઝેક્શન કરતાં પહેલાં તેને બહાર કાઢો. જો, તમે ટ્રાન્ઝેક્શન કરતા હોવ ત્યારે કોઈ અંદર પ્રવેશવાનો પ્રયાસ કરે તો તેને બહાર રહેવા માટે સુચના આપો. એટીએમનો ઉપયોગ કરતાં સમયે કેટલીક સાવચેતીઓ રાખવી અત્યંત જરૂરી છે. તમારી નાનકડી ભૂલ તમને મુશ્કેલીમાં નાખી શકે છે. 


આથી, એ જરૂરી છે કે સાવચેત રહીને એટીએમનો ઉપયોગ કરો. એટીએમનો ઉપયોગ કરતાં સમયે કઈ-કઈ સાવચેતી રાખવી જોઈએ તે વાંચો આગળ. 


- એટીએમ કાર્ડ ગુપ્ત રીતે અને સલામત રીતે રાખો. 
- કાર્ડ પર પાસવર્ડ લખવાની ભૂલ ક્યારે ન કરો.
- દરેક લેણદેણ પુરી થઈ ગઈ હોય કે અધુરી રહી હોય તો તેના પછી એટીએમમાં આપવામાં આવેલું 'કેન્સલ' બટન જરૂર દબાવો. 
- દરેક લેણદેણની સાથે મિની સ્ટેટમેન્ટ જરૂર કાઢી લો. જોથી તમારી પાસે વ્યવસ્થિત રેકોર્ડ રહે. 
- બેન્કની એસએમએસ એલર્ટ સર્વિસ સબસ્ક્રાઈબ કરો. તેનાથી કોઈ પણ જાતની છેતરપીંડી પર નજર રાખવામાં મદદ મળશે. 
- એટીએમ કાર્ડ કામ કરતું ન હોય ત્યારે જુદાં-જુદાં મશીનો પર તેનો પ્રયોગ કરવો નહીં. 
- એટીએમ કાર્ડનો પાસવર્ડ સહેલો, દરેકને યાદ રહી જાય એવો કે સર્વસામાન્ય હોય એવો ન રાખો. 
- પાસવર્ડ નાખતા સમયે કોઈ વ્યક્તિની નજર ન પડે તેના માટે વાંકાવળીને કે પછી મશીનની નજીક ઊભા રહો. 
- અપરિચિત કે અજાણી વ્યક્તિને ક્યારેય પણ કાર્ડ ન આપો. 
- કાર્ડ ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો તાત્કાલિક બેન્કને સુચના આપીને તેને બ્લોક કરાવો. 
- એટીએમના ઉપયોગ દરમિયાન અપરિચિતોની મદદ ક્યારેય ન લેવી. 
- એવા એટીએમનો ઉપયોગ ક્યારેય ન કરવો જ્યાં પુરતી પ્રકાશ વ્યવસ્થા ન હોય, સુરક્ષાનો અભાવ હોય કે વેરાન સ્થળ હોય. 
- જે એટીએમ પર સિક્યોરિટીની પુરતી વ્યવસ્થા હોય એવા એટીએમનો જ ઉપયોગ કરો.