નવી દિલ્હી : જાહેર ક્ષેત્રમાં દેશની સૌથી મોટી બેંક SBIનાં ગ્રાહકો જુના ડેબિટ કાર્ટતી રૂપિયા નથી કાઢી શકે. બેંક પોતાના ગ્રાહકોને કહી રહી છે કે, જો તેઓ હજી સુધી જુની જેજિસ્ટ્રિપ (મેગ્નેટીક) કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે તો તેને 31 ડિસેમ્બર, 2018 પહેલા બદલી દે. કારણ કે 1 જાન્યુઆરી 2018થી આ કાર્ડ દ્વારા કોઇ પ્રકારનું ટ્રાન્ઝેક્શન થઇ શકશે નહી. તેના બદલે બેંક નવી ચિપવાળુ EMV કાર્ડ આપી રહી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એટલા માટે જેની પાસે જુના મેગ્નેટિક કાર્ડ છે તેઓ બે અઠવાડીયાની અંદર પોતાનું કાર્ડ બદલે. ATM મશીન 1 જાન્યુઆરીથી આવા કાર્ડને સ્વિકારશે નહી. આ અંગે માહિતી બેંક દ્વારા ઓગષ્ટ મહિનાથી જ આપી દેવામાં આવી હતી. નવા કાર્ડ માટે ગ્રાહક ઓનલાઇન અરજી કરી શકે છે. જે ગ્રાહકોને ઓનલાઇન સમસ્યા થઇ રહી હોય તેઓ બ્રાંચ જઇને પણ અરજી કરી શકે છે. 



મેગ્નેટીક કાર્ડને ફેબ્રુઆરી 2017માં જ બંધ કરી દેવાયા હતા. 31 ડિસેમ્બર, 2018થી તેને સંપુર્ણ બંધ કરી દેવામાં આવશે. પહેલા કાર્ડમાં કાળી પટ્ટી લાગેલી આવતી હતી. તેને મેગ્નેટીક સ્ટ્રિપ કહેવામાં આવે છે. કસ્ટમરની સંપુર્ણ માહિતી તેમાં હોય છે. RBIએ આ ટેક્નોલોજી જુની થઇ ગઇ હોવાનાં કારણે તથા તેની સુરક્ષા સામે પણ સવાલો ઉઠતા હોવાનાં કારણે તેને બંધ કરવાનો નિર્ણય લીધો હતો. 



નવા EMV કાર્ડ વધારે સુરક્ષીત છે. આ કાર્ડમાં એક ચીપ લાગેલી હોય છે. જેમાં ગ્રાહક અંગેની માહિતી હોય છે. તમામ માહિતી ઇનક્રિપ્ટેડ હોય છે, જેના કારણે ડેટા ચોરી કરવી મુશ્કેલ છે. આ કાર્ડનું ક્લોન પણ બનાવવું શક્ય નથી. જુના ક્લાસિક અને મેસ્ટ્રો કાર્ડ મેગ્નેટિક કાર્ડ છે. તેમાં ચીપ નથી લાગેલી. માટે આ કાર્ડ બંધ થઇ જશે.