નવી દિલ્હી: 100 ટકા EVM-VVPAT મેચની માગ કરનાર અરજી સુપ્રીમ કોર્ટે નાકારી કાઢી છે. એક એનજીઓએ આ માગ કરી હતી. સુપ્રીમ કોર્ટે અરજીને વાહિયાત ગણાવતા કહ્યું કે, એક જ માગ વારંવાર ના સાંભળી શકીએ, લોકો પોતાની સરકાર જાતે પસંદ કરે છે. કોર્ટ તેની સામે આવશે નહીં. આ પહેલા 21 વિપક્ષી પાર્ટીઓએ 50 ટકા મેચની માગ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: વિપક્ષ ફરિયાદ કરવા જશે ચૂંટણી પંચ પાસે, તો પ્રણબ મુખર્જી બોલ્યા શાનદાર રીતે થઇ ચૂંટણી


રાજકીય પક્ષની અરજી રદબાતલ
આ પહેલા EVM-VVPAT મેચ કરવાને લઇને કોંગ્રેસ સહિત 21 પાર્ટીઓને સુપ્રીમ કોર્ટથી રહાત મળી ન હતી. સુપ્રીમ કોર્ટે 21 પાર્ટીઓની પુનર્વિચાર અરજી નકારી કાઢી હતી. 8 એપ્રીલે સુપ્રીમ કોર્ટે દરક વિધાનસભામાં એક EVMને VVPATથી મેચને વધારી 5 કરી દીધા હતા, પરંતુ વિપક્ષી પાર્ટીઓએ મેચને 50 ટકા કરવાની માગ કરી હતી. વિપક્ષના નેતા ચંદ્રબાબૂ નાયડૂ, અખિલેશ યાદવ, કે સી વેણુગોપલ, શરદ પવાર, અરવિંદ કેજરીવાલ, સતીશ ચંદ્ર મિશ્ર સહિત વિપક્ષના 21 નેતાઓએ અરજી દાખલ કરી હતી. આ અરજીમાં EVM દ્વારા કરવામાં આવતી ચૂંટણીમાં ખલેલની આશંકા વ્યક્ત કરતા 50 ટકા સુધી VVPAT સ્લિપ્સનs EVMથી મેચ કરવાની માગ કરી હતી.


વધુમાં વાંચો: વિવાદોને સાઇડમાં મુકી રામની નગરીમાં જોવા મળ્યો હિન્દુ-મુસ્લિમ ભાઈચારો


કોંગ્રેસને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો
આ પહેલા મધ્ય પ્રેદેશ અને રાજસ્થાન વિધાનસભા ચૂંટણીથી પહેલા કોંગ્રેસને સુપ્રીમ કોર્ટેથી મોટો ઝટકો લાગ્યો હતો. સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા કમલનાથ અને સચીન પાયલટની આ અરજીને નકારી કાઢી હતી. જેમાં બંને કોંગ્રેસ નેતાઓએ આગામી વિધાનસભા ચૂંટણીને પારદર્શિત બનાવવાને લઇને અરજી દાખલ કરી હતી. અરજીમાં આ પણ માગ કરવામાં આવી હતી કે, વોટર લિસ્ટની જાણકારી ચૂંટણી પંચ કોંગ્રેસને ટેક્સ્ટ મોડમાં આપે. અરજીમાં દસ ટકા મતનું વીવીપેટથી મેચ કરવાની માગ કરી હતી. આ ઉપરાંત મતદારની યાદીમાં મોટી સંખ્યા નકરી મતદાર હોવાની વાત કરવામાં આવી હતી.


વધુમાં વાંચો: ચૂંટણી પરિણામ પહેલા જ 21 વિપક્ષી પાર્ટીઓના નેતાની આજે બેઠક, EC પણ જશે પાર્ટી


તમને જણાવી દઇએ કે છેલ્લા કેટલાક દિવસોથી વિધાનસભા ચૂંટણીથી લઇન પેટા ચૂંટણીમાં EVMમાં ખલેલની ફરિયાદ કરવામાં આવી હતી. કેટલીક રાજકીય પાર્ટીઓએ EVMમાં ખલેલની ફરિયાદ કરી, ચૂંટણી બેલેટ પેપરથી કરવાની માગ કરી હતી. કેટલીક પાર્ટીઓએ તો સદનની અંદર સુધી EVMને કોઇ રીતે હેક કરવામાં આવી શકે છે. અને તેનો ડેમો દેખાડવાનો પણ પ્રયત્ન કરાયો હતો. ત્યારે આ વાતને ચૂંટણી પંચે ખોટી ગણવી હતી. ચૂંટણી પંચે સ્પષ્ટ કહ્યું હતું કે, દરેક ચૂંટણી નિષ્પક્ષ રીતે થઇ છે અને આગળ પણ આ રીતે થતી રહેશે. EVMમાં કોઇ પ્રકારની ખામી નથી અને ના તેને હેક કરી શકાય છે.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...