નવી દિલ્હી: આજે પેગાસસ કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે કહ્યું કે 'તેમની પાસે કોર્ટથી છૂપાવવા માટે કશું નથી'. સુપ્રીમ કોર્ટે પેગાસસ સ્પાયવેર મામલે તપાસની માગણી કરતી અરજીઓ પર સુનાવણી દરમિયાન સરકારને નોટિસ પણ પાઠવી અને 10 દિવસની અંદર જવાબ દાખલ કરવાનું કહ્યું છે. કોર્ટે કહ્યું કે સરકારે એ આરોપો પર જવાબ આપવો જોઈએ જેમાં કહેવાયું છે કે ઈઝરાયેલી સ્પાયવેરનો ઉપયોગ અલગ અલગ ફોન પર કરાયો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે કેન્દ્ર સરકારની પ્રતિક્રિયા મળ્યા બાદ જ તપાસ માટે સમિતિ બનાવવાનો નિર્ણય કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે સુનાવણી દરમિયાન જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે અમે નથી ઈચ્છતા કે રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમાધાન કરવામાં આવે. પરંતુ લોકોનો દાવો છ ેકે તેમના ફોન પર હુમલો કરાયો છે. તેમના દાવા મુજબ એક સક્ષમ ઓથોરિટી જ તેના પર પ્રતિક્રિયા આપી શકે છે. 


Online ફૂડ ઓર્ડર કરનારા...એકવાર જોઈ લો આ Video, ડિલિવરી બોયની હરકત કેમેરામાં કેદ


કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા કોર્ટમાં હાજર રહ્યા હતા. તેમણે રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપ્યો અને પેગાસસ કેસમાં તથ્યોને સાર્વજનિક કરવા વિરુદ્ધ તર્ક રજુ કર્યા. તેમણે સુપ્રીમ કોર્ટને કહ્યું કે તમામ અરજીઓમાં સુપ્રીમ કોર્ટની તપાસની વાત પૂછવામાં આવે છે. કાલે તેમણે પૂછ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે સરકાર જવાબ આપે કે શું પેગાસસનો ઉપયોગ કરાયો હતો. આ સોફ્ટવેર તમામ દેશોએ ખરીદ્યું છે. પરંતુ કયું સોફ્ટવેર ઉપયોગ કરાયું હતું  કે નહીં, તે રાષ્ટ્રીય સુરક્ષા કારણોસર કોઈ પણ દેશ દ્વારા જણાવવામાં આવતું નથી. 


મહેતાએ કોર્ટમાં કહ્યું કે અમારી પાસે કોર્ટથી છૂપાવવા માટે કશું નથી. અમે કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી સમિતિ સામે બધુ રજુ કરીશું. પરંતુ સોગંદનામાના માધ્યમથી જાહેર કરી શકાય નહીં.


Afghanistan સંકટ વચ્ચે ભારત સરકારની મહત્વની પહેલ, Visa અંગે લીધો મોટો નિર્ણય 


આ મામલે એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા અને પત્રકાર એન રામ તથા શશિકુમાર તરફથી હાજર થયેલા કપિલ સિબ્બલે કહ્યું કે અમે પણ નથી ઈચ્છતા કે રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમાધાન કરાય. બસ સરકારે  એ જવાબ આપવો જોઈએ કે તેમણે પેગાસસનો ઉપયોગ કર્યો કે નહીં. આ મામલે દસ દિવસ બાદ ફરીથી સુનાવણી થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube