કલમ 377: સમલૈંગિકતા ગુનો છે કે નહીં આજે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. 17 જુલાઈએ સુપ્રીમ કોર્ટે આ મામલે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ ગુરૂવારે (6 સપ્ટેમ્બર) આઈપીસીની કલમ 377ની બંધારણીય માન્યતા પર પોતાનો ચુકાદો આપશે. આઈસીપીના આ વિભાગ હેઠળ હોમો સેક્શુઅલિટી એટલે કે સમલૈગિકતાને ગુનાની શ્રેણીમાં રાખવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં કલમ 377ની બંધારણિય માન્યતાને પડકાર આપવામાં આવ્યો છે. ચીફ જસ્ટિસના નેતૃત્વમાં પાંચ જજોની બંધારણિય બેંચ આ મામલાની સુનાવણી કરી રહી છે.
સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. 17 જુલાઈએ સુપ્રીમ કોર્ટે આ મામલે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. આ મામલાની સુનાવણી કરતી બેંચમાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિલ આરએફ નરીમન, જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ ડીવાઈ ચંદ્રબૂડ અને જસ્ટિસ ઇંદૂ મલ્હોત્રા સામેલ છે. આ પહેલા સમલૈંગિકતાને ગુનાની શ્રેણીમાંથી બહાર કરવામાં આવે કે નહીં મોદી સરકારે આ નિર્ણયને સંપૂર્ણ રીતે સુપ્રીમ કોર્ટ પર છોડી દીધો છે.
આ મામલાની સુનાવણી દરમિયાન કેન્દ્રએ કલમ 377 પર કોઈ સ્ટેન્ડ લીધું નથી. કેન્દ્રએ સુનાવણી દરમિયાન કહ્યું હતું કે કોર્ટ નક્કી કરે કે 377 હેઠળ સહમતિથી પુખ્ત વયનો સમલૈંગિક સંબંધ બાંધવો ગુનો છે કે નહીં. પરંતુ કેન્દ્રએ સર્વોચ્ચ ન્યાયલને વિનંતી કરી કે સમલૈંગિક વિવાદ, સંપત્તિ અને પૈતૃક અધિકારો જેવા મુદ્દા પર વિચાર ન કરવામાં આવે કારણ કે તેનાથી ઘણા પ્રતિકૂળ પરિણામ આવશે.
2013માં હાઈકોર્ટનો નિર્ણય સુપ્રીમ કોર્ટે પલ્ટ્યો હતો
તમને જણાવી દઈએ કે દિલ્હી હાઈકોર્ટે 2009માં બે વયસ્કો વચ્ચે સહમતિથી સમલૈંગિક સંબંધને ગુનાની શ્રેણીમાંથી બહાર કરી દીધો હતો. 2013માં સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પલટાવતા કલમ-377 હેઠળ ફરીથી ગુનો માનવામાં આવ્યો હતો.
તેરે સીને મે નહીં તો મેરે સીને મે હી સહી...હાર્દિક પટેલ
સમલૈંગિકતા પર ક્યારે શું થયું, જુઓ ઘટનાક્રમ
- 2001: સમલૈંગિક લોકો માટે અવાજ ઉઠાવનાર સંસ્થા નાજ ફાઉન્ડેશન તરફથી હાઈકોર્ટમાં જનહિતની અરજી દાખલ.
- 2 સપ્ટેમ્બર, 2004: હાઈકોર્ટે અરજી રદ્દ કરી.
- સપ્ટેમ્બર 2004, અરજી કરનારે રિવ્યૂ પિટિશન દાખલ કરી.
- 3 નવેમ્બર 2004: હાઈકોર્ટે રિવ્યૂ પિટિશન પણ રદ્દ કરી.
- ડિસેમ્બર 2004: અરજી કરનારે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યો.
- 3 એપ્રિલ, 2006: સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટેને આ મામલે બીજીવાર સાંભળવાનું કહ્યું.
- 18 સપ્ટેમ્બર 2008: કેન્દ્ર સરકારે હાઈકોર્ટમાં પોતાનો પક્ષ રાખવા સમયની માંગ કરી.
- 7 નવેમ્બર, 2008: હાઈકોર્ટે નિર્ણયને સુરક્ષિત રાખ્યો.
- 2 જુલાઈ, 2009: હાઈકોર્ટે ચુકાદો આપ્યો.
- હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકાર અપાયો.
- 15 ફેબ્રુઆરી 2012: આ મામલે દરરોજ સુનાવણી.
- માર્ચ 2012: સુપ્રીમ કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો.
- 11 ડિસેમ્બર 2013: સુપ્રીમ કોર્ટે ગુનો ગણાવ્યો.
- 2014: સુપ્રીમ કોર્ટે રિવ્યૂ પિટિશન રદ્દ કરી.
- 2014માં આવેલી નરેન્દ્ર મોદી સરકારે કહ્યું કે, તે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કલમ 377 પર કોઈ નિર્ણય લેશે.
- 2016માં એસ જૌહર, પત્રકાર સુનીલ મેહરા, સેફ રિતુ ડાલમિયા, હોટલ બિઝનેસમેન અમન નાથ અને આયશા કપૂરે કલમ 377 વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી.
- ઓગસ્ટ, 2017માં સુપ્રીમ કોર્ટ દ્વારા નિજતાના અધિકાર પર આપેલા નિર્ણયમાં સેક્સ-સંબંધી ઝુકાવને મૌલિક અધિકાર માન્યો અને તે પણ કહ્યું કે, કોઈપણ વ્યક્તિના સેક્સ સંબંધી ઝુકાવ તેના રાઇટ ટૂ પ્રાઇવેસીનો મૂળભૂત અંગ છે.