નવી દિલ્હીઃ પહેલા બિહારના મુઝફ્ફરપુર અને પછી ઉત્તર પ્રદેશના દેવરિયામાં શેલ્ટર હોમ રેપ કેસ પર સુપ્રીમ કોર્ટેની આકરી ટિપ્પણી સામે આવી છે. સુપ્રીમ કોર્ટે મુઝફ્ફરપુર કેસ પર હસ્તક્ષેપ કરતા મંગળવારે બિહાર સરકારને ફટકાર લગાવી. આ દરમિયાન દેવરિયા શેલ્ટર હોમની યુવતીઓ સાથે થયેલા બળાત્કારનો ઉલ્લેખ થયો. સુપ્રીમ કોર્ટે કહ્યું દેશભરમાં આ શું થઈ રહ્યું છે. લેફ્ટ, રાઇટ અને સેન્ટર તમામ જગ્યાએ બળાત્કાર થઈ રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રીમ કોર્ટે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (NCRB)નો હવાલો આપતા કહ્યું કે દર છ કલાકમાં એક યુવતી સાથે બળાત્કાર થઈ રહ્યો છે. દેશભરમાં વર્ષમાં 38 હજારથી વધુ બળાત્કાર થાય છે. દેશમાં સૌથી વધુ બળાત્કાર મધ્યપ્રદેશમાં થઈ રહ્યાં છે, બીજો નંબર યૂપીનો આવે છે. 


સુપ્રીમ કોર્ટે નીતીશ સરકારને ફટકાર લગાવતા કહ્યું, રાજ્ય સરકાર 2004થી તમામ  શેલ્ટર હોમને પૈસા આપી રહી છે, પરંતુ તેમને ખ્યાલ નથી કે ત્યાં શું થઈ રહ્યું છે. તેણે ક્યારે ત્યાંનું નિરીક્ષણ કરવાની જરૂરીયાત પણ ન સમજી. તેવું લાગે છે કે આ ગતિવિધિઓ રાજ્ય પ્રાયોજીત છે. આ વિચારવાનો વિષય છે. 


સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મુઝફ્ફરપુર એનજીઓ એકમાત્ર આવુ નથી, જ્યાં આ પ્રકારની ઘટના સામે આવી છે. એનજીઓએ પોતાના રિપોર્ટમાં રાજ્ય સરકારના ફંડથી ચાલી રહેલી આવી 15 સંસ્થાઓનો ઉલ્લેખ કર્યો છે, જે તપાસના દાયરામાં આવી ગઈ છે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે બિહાર શેલ્ટર હોમ રેપ કેસમાં અપર્ણા ભટ્ટને એમિકસ ક્યૂરી (ન્યાય મિત્ર) નિયુક્ત કરેલા છે. એમિકસે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, પીડિત યુવતીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. 


સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરતા તે પણ કહ્યું કે, આટલી મોટી ઘટના બાદ પણ અધિકારીઓએ તપાસ મોડી શરૂ કરી. એમિકસ ક્યૂરીએ જણાવ્યું કે, અત્યાર સુધી કોઇને વળતર મળ્યું નથી. એક યુવતી હજુપણ ગાયબ છે અને ત્યાં સ્થિતિ ગંભીર છે. એડવોકેટ અપર્ણા ભટ્ટે કોર્ટમાં તે પણ કહ્યું કે, ત્યાંની સ્થિતિ ગંભીર છે. સુપ્રીમ કોર્ટે ઘટનાની તપાસ કરી રહેલા અધિકારીઓને પૂછ્યુ કે તે શું તપાસ કરી રહ્યાં છે.