કોલકત્તાઃ શિક્ષણ કૌભાંડને લઈને ઈડી સતત તપાસ કરી રહી છે. ઈડીની તપાસ બાદ દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. આવો એક ખુલાસો અર્પિતા મુખર્જીને લઈને થયો છે. તેની પાસે એલઆઈસીની કુલ 31 પોલિસી હતી. સૌથી મોટી વાત છે કે તમામ પોલિસીમાં નોમિની પાર્થ ચેટર્જી નિકળ્યા. હવે અર્પિતાની પોલિસીમાં પાર્થને નોમિની બનાવવા જ તપાસ એજન્સીના મનમાં ઘણા સવાલ ઉભા થઈ રહ્યાં છે. કહેવામાં આવી રહ્યું છે કે મોટા સ્તર પર બંનેએ મિલીભગત દ્વારા ખેલ કર્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તમામ જાણકારી ઈડીની રિમાન્ડ કોપીમાં સામે આવી છે, જેમાં તે ખુલાસો કરવામાં આવ્યો કે બંને પાર્થ અને અર્પિતા એપીયૂ યુટીલિટી કંપનીમાં ભાગીદાર હતા. અર્પિતાએ કેશ આપી કેટલાક ફ્લેટ ખરીદ્યા હતા. હવે તે કોના પૈસા હતા, ક્યાંથી અર્પિતાએ તેની વ્યવસ્થા કરી, ઈડી તેની તપાસ કરી રહી છે. અર્પિતા મુખર્જી અને પાર્થ ચેટર્જી  પાંચ ઓગસ્ટ સુધી ઈડીની કસ્ટડીમાં છે. તપાસ દરમિયાન બંને વિરુદ્ધ એજન્સીને પૂરાવા મળ્યા છે. 


આ પણ વાંચોઃ Sanjay Raut News: ઈડીએ સંજય રાઉતના પત્ની વર્ષા રાઉતને મોકલ્યું સમન્સ, પૂછપરછ માટે બોલાવ્યા  


અર્પિતા પર ઈડી સતત કાર્યવાહી કરી રહી છે. તેની ત્રણથી ચાર પ્રોપર્ટી પર દરોડા પાડવામાં આવ્યા છે. 27 જુલાઈએ પણ ઈડીએ અર્પિતાના વધુ એક ફ્લેટ પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન 27 કરોડ રોકડા અને 4.31 કરોડનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. મોટી વાત તે રહી કે ઈડીએ તપાસ દરમિયાન 4 હાર, 18 ઇયરિંગ્સને પણ કબજામાં લીધી છે. આ પહેલાના દરોડામાં વિદેશી કરન્સીથી લઈને નકલી કંપનીઓના દસ્તાવેદ સુધી ઈડીએ જપ્ત કર્યું હતું. આ તમામ પૂરાવા મળી રહ્યાં છે અને પાર્થ ચેટર્જી તપાસ એજન્સીની સહયોગ કરી રહ્યાં નથી. અર્પિતા જે રોકડ રકમને પાર્થ ચેટર્જીની ગણાવી રહી છે તો પૂર્વ મંત્રી આ દાવા નકારી રહ્યાં છે. 


પાર્થ ચેટર્જીની ધરપકડ બાદ મમતા બેનર્જીએ પોતાના સાથીને મંત્રીમંડળમાંથી હટાવી દીધા હતા. ત્યારબાદ પાર્ટીએ પણ બહારનો રસ્તો દેખાડ્યો હતો. હવે મમતા બેનર્જીએ પોતાની નવી ટીમ બનાવી લીધી છે, જેમાં તમામ રાજકીય સમીકરણને ધ્યાનમાં રાખી ચહેરાઓને તક આપવામાં આવી છે. પરંતુ પશ્ચિમ બંગાળમાં ભાજપ પાર્થ ચેટર્જીનો મુદ્દો બનાવી મમતા સરકારને ઘેરી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube