રામ મંદિર ભૂમિ પૂજનનો શુભ સમય કેમ જણાવ્યો? પુજારીને મળી ધમકી
અયોધ્યા (Ayodhya)માં નવા રામ મંદિર (Ram Mandir) માટે ભૂમિ પૂજન કરવા માટે શુભ સમય નક્કી કરનાર 75 વર્ષીય યુજારી એન આર વિજયેન્દ્ર શર્મા (N R Vijayendra Sharma)ને ફોન પર ધમકીઓ મળી છે. ત્યારબાદ કર્ણાટકના બેલગાવમાં તેમના નિવાસ સ્થાન પર સુરક્ષા આપવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે, બેલગાવીના શાસ્ત્રી નગર વિસ્તારમાં રહેતા પુજારીને ધમકી મળ્યા બાદ પોલીસે કેસ દાખલ કર્યો છે અને તેમના આવાસ પર પોલીસને તેનાત કરાઇ છે.
અયોધ્યા: અયોધ્યા (Ayodhya)માં નવા રામ મંદિર (Ram Mandir) માટે ભૂમિ પૂજન કરવા માટે શુભ સમય નક્કી કરનાર 75 વર્ષીય યુજારી એન આર વિજયેન્દ્ર શર્મા (N R Vijayendra Sharma)ને ફોન પર ધમકીઓ મળી છે. ત્યારબાદ કર્ણાટકના બેલગાવમાં તેમના નિવાસ સ્થાન પર સુરક્ષા આપવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે, બેલગાવીના શાસ્ત્રી નગર વિસ્તારમાં રહેતા પુજારીને ધમકી મળ્યા બાદ પોલીસે કેસ દાખલ કર્યો છે અને તેમના આવાસ પર પોલીસને તેનાત કરાઇ છે.
આ પણ વાંચો:- માત્ર ભક્તોને જ નહીં, રાવણ મંદિરના પુજારી જોઇ રહ્યા છે રામ મંદિર શિલાન્યાસની રાહ
શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના એક સભ્યએ કહ્યું, આ ગંભીર ચિંતાનો વિષય છે કે જો પુજારી મુહૂર્ત નક્કી કરે છે, તેમને પણ તે લોકો દ્વારા છોડવામાં આવશે નહીં, જઓ મંદિર નિર્માણ ઇચ્છતા નથી.
વિજયેન્દ્રએ પત્રકાર સાથે વાત કરતા જણાવ્યું કે, એક કોલરે તેમને પૂછ્યું કે તેમણે ભૂમિ પૂજનની તારીખ કેમ નિર્ધારિત કરી. તેણે કહ્યું, તમે આ બધામાં કેમ પડવા માગો છો? મેં કહ્યું કે આયોજકોએ મને ભૂમિ પૂજન માટે શુભ તારીખ જણાવવાનો અનુરોધ કર્યો હતો અને મેં તેમને જણાવી. ફોન કરનારે તેનું નામ નહોતું જણાવ્યું. તેમણે કહ્યું કે, તેમને અલગ અલગ નંબરથી ધમકી ભર્યા કોલ આવી રહ્યાં છે.
આ પણ વાંચો:- અયોધ્યા આગમનથી લઈને વિદાય સુધી, PM મોદીના મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ વિશે જાણો
વિજયેન્દ્ર છેલ્લા ઘણા વર્ષોથી રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં, તેમણે ટ્રસ્ટ દ્વારા મંદિર નિર્માણ કાર્યના શુભારંભ માટે યોગ્ય સમયની ગણના કરવા અને જણાવવા માટે કહેવામાં આવ્યું હતું.
જો કે, તેઓ કોરોના વાયરસ મહામારીના કારણે ભૂમિ પૂજન સમારોહમાં સામેલ થઈ શકશે નહીં. તમે જણાવી દઇએ કે, ભૂમિ પૂજન સમારોહ બુધવારની બપોરે યોજાશે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામેલ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube