Student crying viral video: ભારતીય સેનામાં ભરતીની નવી યોજનાનો વિરોધ આખા દેશમાં સતત વધી રહ્યો છે. આ વચ્ચે બિહારમાં 'અગ્નિપથ' યોજનાના વિરોધમાં ચાલી રહેલા પ્રદર્શનોના કારણે ટ્રાફિક જામમાં એક સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી. આ સ્કૂલ બસમાં હાજર એક નાના બાળકનો વીડિયો વાયરલ થયો છે. જે તમને પણ ઇમોશનલ કરી દેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મને ડર લાગી રહ્યો છે...
આ વાયરલ વીડિયો જેમાં એક બાળક રડતા રડતા કહી રહ્યો છે કે 'તેને ડર લાગી રહ્યો છે.' આ વીડિયો દરભંગા જિલ્લાનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, અગ્નિપથ યોજનાના વિરોધમાં ચાલી રહેલા પ્રદર્શનને કારણે ટ્રાફિક જામમાં ફસાયેલી એક સ્કૂલ બસમાં વચ્ચે ઉભેલો એક બાળક દેખાઈ રહ્યો છે. વીડિયો અનુસાર કોઈ વ્યક્તિ દ્વારા બાળકને પૂછવામાં આવ્યું કે શું તેને ડર લાગી રહ્યો છે. તો તે રડતા રડતા રૂમાલથી પોતાનો ચહેરો અને આંખ લુછતો જોવા મળી રહ્યો છે.


તમે પણ જુઓ વીડિયો


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Zee News (@zeenews)


ટીચરે વધારી હિંમત
વીડિયોમાં જોઈ શકાય છે કે, બસમાં અન્ય છોકરા અને છોકરીઓ પણ છે. તમામ સ્કૂલ ડ્રેસમાં છે. બસમાં એક મહિલા છે જે સંભવત: શિક્ષિકા અથવા કોઈ ન્ય છે જે બાળકોને હિંમત આપી રહી છે અને કહી રહી છે તમને ડરવાની કોઈ જરૂર નથી. જોકે, આ વીડિયોની સત્યતા પર હાલ કોઈ પુષ્ટી થઈ નથી. પરંતુ તે સત્ય છે કે બિહારમાં છેલ્લા ત્રણ દિવસથી હિંસક પ્રદર્શન ચાલી રહ્યા છે.


પૂર્વ ચૂંટણી રણનીતિકાર અને હવે રાજનીતિમાં પ્રવેશેલા પ્રશાંત કિશોરે જહાનાબાદમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન પ્રદર્શનકારીઓને હિંસાથી દૂર રહેવાનો આગ્રહ કર્યો છે. તેમણે કહ્યું કે, હિંસાથી તેમનું આંદોલન નબળું પડશે. જો તેઓ શાંત રહેશે તો સરકાર પણ તેમનો અવાજ સાંભળવા માટે મજબૂર થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube